________________
ગ્રંથકાર-ચશ્તિાવલિ વિન્દેહ ગ્રંથકારી
ખીજી ખાજી આ નાના ક્ષેત્ર પાછળ લેવી પડતી હદ ઉપરાંતની ઝહેમત તથા એ સાહસને ટકાવી રાખવા પાછળની સતત ચિંતાથી શરીર ધસાતું જતું હતું, તેની સંભાળ કે માવજત કરવાનું આર્થિક કે ખીજા ટેકાથી શક્ય રહ્યું ન હતું.
અંતે શરીર તૂટી ગયું અને ઘેાડા દિવસના તાવ પછી એ જ સ્થિતિમાં ઈ. સ. ૧૯૨૧ના જાન્યુઆરીની ૨૨મી તારીખે ધનુર્વાની બિમારીથી મુંબઈમાં એમનું અવસાન થયું. ‘વીસમી સદી' જેમ એમનું પ્રીતિદા બન્યું તેમ જીવનના અંત આણનાર નિમિત્ત પણ તે જ બન્યું. એમની એ આખી પ્રવૃત્તિના સાક્ષી અને એમના અંતકાળના પત્રા સ્પષ્ટ કરે છે કે સચિત્ર પત્રકારત્વ દ્વારા સાહિત્ય અને કલાના સંપર્ક જન સામાન્યને પહેાંચાડવાના પેાતાના એ નાદ પાછળ એમણે તન, મન અને ધનની નાગીરી કરી હતી.
એમની પહેલી પત્નીથી ત્રણ અને બીજી પત્નીથી એક પુત્ર થએàા, તે ચારે હયાત છે. મેાટા પુત્ર શ્રી. ગુલામહુસેને પાછળથી વીસમી સદી’ને સાપ્તાહિકના રૂપમાં થેાડા વખત ચલાવ્યું હતું, અને આજે તે કાગળ, મશીનરી વગેરેના વેપાર કરે છે. ખીજા પુત્ર શ્રી. ક્રૂખશીઅર મિલમૅનેજર છે; ત્રીજા શ્રી. રહેમતુલ્લા મુંબઈમાં આર. શિવજીના નામથી જાણીતા ફાટાગ્રાફર છે, અને ચેાથા શ્રી. ખીમ સાત વર્ષથી જાપાનમાં વેપારમાં પડયા છે. એમની પાછળ એમના પરમ મિત્ર શ્રી. રવિશંકર રાવળે પ્રકટ કરેલા હાજીમહમ્મદ સ્મારક ગ્રંથ'માં એમના વિષેની પુષ્કળ સચિત્ર માહિતી તથા ખીજું સાહિત્ય સંધરાયું છે.
"
‘ગુલશન' અને 'વીસમી સદી' માસિકાનાં સંપાદન તથા ધણા છૂટક લેખા ઉપરાંત એમણે લખેલા તથા અનુવાદિત કરેલા ગ્રંથાથી યાદી નીચે મુજબ છેઃ
‘સ્નેહી વિરહ પંચઠ્ઠી’, ‘ઈમાનનાં મેાતી’, ‘રશીદા’, ‘મેાગલ સમયની પ્રેમકથાઓ', ‘સુશીલા', ‘શીશમહેલ', ‘સેવાસદન'. એમનું ‘ઉમર ખય્યામની સ્માયાત' નું પુસ્તક હજી અપ્રકટ છે.