________________
- ગ્રંથ અને ગ્રંથકાર પુ. હીરાલાલ વ્રજભૂખણદાસ શ્રોફ
પૂર્વ તેમજ પશ્ચિમની ફિલ્મીઓના ઊંડા અભ્યાસી, સમર્થ પંડિત અને વેદાન્તવિ એવા આ વિદ્વાન ગુજરાતીને જન્મ પેટલાદમાં, વીશા લાડ વણિક કામમાં, ઈ. સ. ૧૮૬૭ માં થયો હતો. એમના પિતાનું નામ તે નોત્તમદાસ હતું, પણ ફેને ત્યાં દત્તક થવાથી એમના પિતાના નામને બદલે એમના કુવાનું નામ વ્રજભૂખણદાસ લખાતું. એમનાં માતાનું નામ ગંગાબાઇ.
પ્રાથમિક શિક્ષણ પેટલાદમાં લઈ તે વધુ અભ્યાસ માટે મુંબઈ ગયા અને ત્યાં એલિફન્સ્ટન હાઈસ્કૂલમાંથી મેટ્રિક અને એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ. થયા. ત્યારબાદ એમ. એ. ને અભ્યાસ કર્યો, પણ એમ. એ. ની પરીક્ષામાં બેઠા ત્યારે તત્ત્વજ્ઞાનના સંસ્કૃતના પરીક્ષક સાથે એક પ્રશ્નપત્રમાં કોઈ સિદ્ધાન્તની બાબતમાં પરીક્ષાના હેલમાં જ તકરાર થવાથી એ પરીક્ષા આપ્યા વિના જ હેલ છોડીને ચાલી નીકળ્યા. ડિગ્રી માટે એમને મોહ ન હતું, અને પોતે ગર્ભશ્રીમંત કુટુંબના હાઈ કમાવાની ચિંતા નહોતી; વિદ્યાને શોખ એટલો બધો હતું કે બી. એ. પાસ થયા પછી અગિયાર વર્ષ સુધી રોજ તેઓ પ્રિન્સિપાલની અનુમતિ લઈને એલ્ફિન્સ્ટન તેમજ ડેક્કન કેલેજમાં બી. એ. તથા એમ. એ. ના વર્ગમાં ફસૂફી અને ઈતિહાસનાં વ્યાખ્યાને સાંભળવા જતા. પ્રિ. કવન્ટેન અને પ્રિ. શાર્પના એ પ્રિય વિદ્યાર્થી હતા. શાંકર વેદાંત એમને અભ્યાસને મુખ્ય અને પ્રિય વિષય હતું, અને તેને અભ્યાસ એમને એટલે ઊંડે હતું કે પ્રિ. શાર્પને પણ ઘણી વાર એ વિષયમાં ગૂંચ પડતી ત્યારે એમને મત પૂછતા. આખું શાંકર ભાષ્ય એમને કંઠે હતું. એ ઉપરાંત પંચદશી, અદ્વૈતસિદ્ધિ, ચિમુખી આદિ વેદાન્તના આકર ગ્રંથાને એમણે સારો અભ્યાસ કર્યો હતે. અંગ્રેજી તેમજ સંસ્કૃત તત્ત્વજ્ઞાનના એ સમર્થ પંડિત હતા તેમજ રસાલંકાર આદિ સાહિત્યશાસ્ત્રનું પણ એમનું જ્ઞાન તલસ્પર્શી હતું. આ બધું જ્ઞાન એમણે એકલા વાચનથી નહિ, પણ તે સાથે પ્રાચીન શિલી મુજબ વિદ્વાન સંન્યાસીઓ અને પંડિત પાસે લગભગ દસ વર્ષ સુધી બેસી ગુરુમુખ અભ્યાસ કરીને મેળવ્યું હતું. ભારતમાતૈડ . ગટુલાલજી ઉપર એમને ખૂબ પ્રેમ હતું અને એમના નામસ્મરણમાં પોતે કાઢેલા “પં. ગટુલાલ હરિહર પુસ્તકાલયમાં દસેક હજાર રૂપિયાની કિંમતનાં બહુમૂલ્ય ગ્રંથે એકઠા