________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. હોળમાં ઊભું રહે તેવી ઢબે કાઢવાની તૈયારીઓ કરી. એના પૂઠા ઉપરનું ચિત્ર વિલાયતમાં છપાવવાની યોજના હતી, પણ અકસ્માત પહેલું મહાયુદ્ધ ફાટી નીકળ્યું, છાપસામગ્રીના ભાવ ચડી ગયા અને એ વિચાર દ્વિધામાં પડ્યો.
પરંતુ આખરે હાજીમહમ્મદની અંતરની આકાંક્ષાએ જોર કરીને વિજય મેળવ્યો. અનેક રનેહીઓ તથા મિત્રોની ના છતાં એમણે એ ખર્ચાળ પ્રકાશનનું સાહસ ઉપાડયું. મહાયુદ્ધના બરોબર વચગાળાના કાળમાં, ઈ. સ. ૧૯૧૬ના એપ્રિલમાં “વીસમી સદી’ને પહેલો અંક બહાર પાડ્યો. ચુનંદા લેખકે અને ચિત્રકારની નવી જ વાનીઓ, અવનવીન ઢબથી, સુંદર શેભને સાથે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છાપકામની સજાવટ દ્વારા મુગ્ધ કરે તેવાં રૂપ રંગ અને ભભકથી તેના ઉત્તરોત્તર અંકમાં બહાર પડવા લાગી. ગુજરાતી સાહિત્યપ્રકાશનના ઇતિહાસમાં ન જ યુગ શરુ થયો.
પાંચ વરસના એ માસિકના પ્રકાશનકાળમાં એની પાછળ હાજીમહમ્મદે પિતાની સર્વતોમુખી શક્તિઓ બતાવી. ઊંચા અભ્યાસીથી માંડીને અદના વેપારી સુધી સાને રસ પમાડી શકે એવા વિવિધ વિસ્તારવાળી સામગ્રીઓ ચૂંટીઘૂંટીને પસંદ કરવી; ઉચિત વસ્તુ માટે ઉચિત લેખક કે ચિત્રકાર શોધી, તેને જરૂરી સામગ્રી પૂરી પાડી, તેના મહેનતાણું માટે તેને પ્રસન્ન કરીને મનધારી વસ્તુ મેળવવી; પછી તેને કલાના રંગે રંગવા માટે અસંખ્યાત સાધને ઉથલાવી ચિત્રો, શોભને, ફેટોગ્રાફી આદિ વીણવાં કે નવાં તૈયાર કરાવવાં; અવનવીન રૂપરંગે તેની સજાવટ કરવી; વિવિધ પ્રકારોથી શૈલીમય છાપકામ કરાવવું; જાહેરખબરે સુદ્ધાં નવીન ઢબથી લખવી અને ગોઠવવીઃ આવાં અનેકવિધ ક્ષેત્રનાં પૃથક પૃથક પાસાંઓ પર હાજી મહમ્મદની બુદ્ધિશક્તિ, રસવૃત્તિ અને કલાદ્રષ્ટિએ પિતાનો પરિચય આપી દીધે. પાંચ વરસને “વીસમી સદીના પ્રકાશનને એ કાળ ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ હતો.
પરંતુ મોંઘાં સાધનસામગ્રી પર સવાર થઈને દર મહીને બહાર પડતા એ અંક પાછળ હાજી મહમ્મદનું જીવન બે છેડેથી બળતી મીણબત્તીની માફક ફના થતું ગયું. એક બાજુ, વેપાર ઉપરથી બધું ધ્યાન ઉઠાવી જ લીધું હતું અને એ આવક અટકી ગઈ હતી, તેમાં વળી “વીસમી સદી” આવકને બદલે ખર્ચ, પેટ અને દેવાના ખાડામાં ઉતારી રહ્યું હતું; છતાં કોઈ પણ રીતે આ મહેનત ઊગી આવે અને સારો દહાડે દેખાય એ આશાના તાંતણે જીવન ખેંચતા તે વિવિધ યોજનાઓ ઘ જતા હતા.