________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ રાઠોડ (સં. ૧૯૩૭), (૭) કેદારસિંહ પરમાર, (૮) ભર્તુહરિ, (૯) ચાંપરાજ હાડે (સં. ૧૯૪૦), (૧૦) રાજસિંહ (વીરબાળા), (૧૧) સતી રાણકદેવી, (૧૨) જગદેવ પરમાર, (૧૩) ત્રિયારાજ, (૧૪) ત્રિવિક્રમ (સં. ૧૯૪૮), (૧૫) ચંદ્રહાસ, (૧૬) વિબુધવિજય.
વાઘજીભાઈ ધર્મ સંબંધી જ્ઞાન ઉંચા પ્રકારનું હતું. સ્વામી આત્મારામજી અને અય્યતાનંદજી સાથે તેમને પરિચય થએલો અને તે તેમને ગુરુ તરીકે માનતા. તેમણે હિંદનાં મુખ્ય તીર્થસ્થાનની યાત્રા કરીને અનેક સાધુ મહાત્માઓને પરિચય કર્યો હતે. શ્રીમન નૃસિંહાચાર્યજીને સમાગમ પણ તેમણે સારી પેઠે સેવ્યો હતો. મેરબી કંપનીમાં રેજ ૨૫-૩૦ સાધુ જમાડવાનો રીવાજ હતું તેમજ ધર્માદા કાર્યમાં અનેક વખત તે નાટકની ઊપજ આપતા,
પહેલાં તેમને લગ્ન કરવાની ઇચ્છા જ નહતી એટલે નાના મૂળજી. ભાઈને તેમણે પહેલાં પરણાવ્યા. પણ પાછળથી ભાઈના તથા મિત્રોના આગ્રહથી તેમણે ૩૮ વર્ષની ઉંમરે ડુઆ (તા. ધાનેરા)ના રહીશ હેતા ત્રવાડીની પુત્રી કંકુબાઈ સાથે લગ્ન કર્યું હતું.
તેમનું અવસાન વઢવાણ શહેરમાં ૪૬ વર્ષની વયે સંવત ૧૯૫ર ના પષ વદ ૧૩ને રોજ થયું હતું. તે પોતાની પાછળ વિધવા અને બે પુત્રીઓ મૂકી ગયા હતા. હાલ તેમાંનું કેઈ હયાત નથી. તેમને પુત્ર નહેતે તેમજ તેમના નાના ભાઈ મૂળજીભાઈને પણ પુત્ર નહેતે. આજે તેમના મોટા ભાઈ ઈશ્વરભાઈના પૌત્ર ભાઈ અમૃતલાલ વિદ્યમાન છે, અને સ્વ. મૂળજીભાઈનાં વિધવા વિદ્યમાન છે.
શ્રી વિજયકેસર સૂરિ સ્વ. આચાર્યશ્રી વિજયકેસર સુરિ તામ્બર મ, પૂ. સંપ્રદાયના સાધુવર્ય હતા. તેમને જન્મ પાળીયાદ ગામમાં વિ. સંવત ૧૯૩૩માં થયો હતા. તેમનું સંસારનું નામ કેશવજી હતું, પિતાનું નામ માધવજી હતું અને માતાનું નામ લક્ષ્મીબાઈ હતું. તે ન્યાતે વિશાશ્રીમાળી જૈન હતા. માતાપિતાના અવસાન પછી સંવત ૧૯૫૦માં કેશવજીભાઈએ વડેદરામાં આચાર્યશ્રી વિજયકમળમૂરિની પાસે સત્તર વર્ષની વયે જૈન સાધુત્વ અંગીકાર કર્યું હતું. ઉત્તરોત્તર ગણું પદવી, પન્યાસ પદવી અને સં. ૧૯૮૩ માં આચાર્ય પદવી સુધી ચડીને શ્રી. વિજયકેસર સૂરિ સં. ૧૯૮૬માં સ્વર્ગ વાસી થયા હતા. અવસાન સમયે તેમને શિષ્ય-શિષ્યા પરિવાર ૧૧૦ સાધુ