________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારા સાધ્વીઓને હતો. તેમના હસ્તે કેટલીક પાઠશાળાઓ અને હુન્નરશાળાઓ સ્થપાઈ હતી.
શ્રી. વિજયકેસર સૂરિએ સંસારી જીવનમાં શાળાએ બેસીને માત્ર ૬ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને પિતા વેપારી હોવાથી વેપારને જ વ્યવસાય તેમની સામે ઊભો હતો; પરતુ દીક્ષા લેવાની ફુરણા થઈ ત્યારથી તેમનું ચિત્ત જુદા જ અભ્યાસ તરફ વળી ગયું હતું. યોગ અને તત્વજ્ઞાનમાં તેમનો રસ વધવા લાગ્યો હતો. પોતે યોગના સારા અભ્યાસી અને ગવિશારદ પણ હતા. જૈન સાધુ તરીકે તેમણે બીજી ધામક પ્રવૃત્તિઓ કરવા ઉપરાંત જે સાહિત્યસેવા કરી હતી તે મુખ્યત્વે યોગ અને તત્ત્વજ્ઞાનનાં પુસ્તકોની રચનાની જ હતી. સંસ્કૃત અને અર્ધમાગધી ભાષાના તે સારા જ્ઞાતા હતા. તેમણે લખેલાં પુસ્તકોમાંથી મહત્ત્વનાં નામ નીચે મુજબ છેઃ દશવૈકાલિક સૂત્રનું ભાષાંતર
(સં. ૧૯૬૦) પ્રબંધચિંતામણિ
(સં. ૧૯૬૨) મલયસુંદરી ચરિત્ર
(સં. ૧૯૬૪) ગશાસ્ત્ર
(સં. ૧૯૬૩) સુદર્શના ચરિત્ર
(સં. ૧૯૬૯) ગૃહસ્થધર્મ
(સં. ૧૯૭૦) નીતિમય જીવન
(સં. ૧૯૭૦) ધ્યાનદીપિકા
(સં. ૧૯૭૧) શાંતિને માર્ગ
(સં. ૧૯૭૬) આત્મજ્ઞાનપ્રવેશિકા
(સં. ૧૯૭૭) આત્મવિશુદ્ધિ
(સં. ૧૯૮૧) મહાવીર તત્ત્વપ્રકાશ
(સં. ૧૯૮૨) આનંદ અને પ્રભુ મહાવીર
(સં. ૧૯૮૩) આત્માને વિકાસ અથવા મહામેહપરાજય (સં. ૧૯૮૫)
વિનાયક નંદશંકર મહેતા - જીવનભરની રાજપ્રકરણી કારકીર્દીમાં પણ સાહિત્ય અને સંસ્કાર- - પ્રેમને સદા જાગ્રત રાખનાર અને ઉત્તર ભારતમાં વિદ્વાન ગુજરાતી રાજપુરુષ તરીકે જાણીતા વિનાયકભાઇને જન્મ, ગુજરાતી પ્રથમ ગદ્યનવલ કરણઘેલા” ના કર્તા રાવબહાદુર નંદશંકર તુલજાશંકર મહેતાને ત્યાં,