________________
ગ્રંથ અને સંથકાર પુ.૯ નાની અને તેજીલી વાણીની વિશેષતાં તથા મર્યાદા સર્વવિદિત છે. મહાભારતની મહાકવિતા પિતાની શૈલીએ ગાવાની સ્વપ્રતિજ્ઞા કવિએ આ મહાકાવ્યમાં પૂર્ણ કરી બતાવી છે. ડોલનશૈલી પ્રારંભમાં ગુજરાતને જેટલી આકર્થી શકી હતી તેટલી હવે તે આકર્ષતી નથી. એટલે આ મહાકાવ્ય કે પૂરતું આકર્ષણ નહિ કરે, તો પણ મહાકાવ્યના અનેક ગુણ અને સમૃદ્ધિથી ભરપૂર તેની રચના બની છે અને તેની પાછળ કવિએ લીધેલો શ્રમ, ટકાવેલી ધીરજ ને પકડી રાખેલી ખંતને ખ્યાલ તે પરથી આવ્યા વિના રહેતું નથી.
મુક્તક-સંગ્રહ કવિતામાં વણાયેલાં વિચારમુક્તકે અર્થાત સુભાતિ પ્રાચીન કાળથી સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવી રહેલાં છે. પૂર્વે દુહા-સોરઠામાં જે ચાટ્રતિઓ ગૂંથાતી તે પરિપાટી હવે ઓછી થઈ છે. આ પાંચ વર્ષમાં આ પ્રકારની કવિતારચના બહુ જૂજ થઈ છે.
“પાંખડી' (જેઠાલાલ ત્રિવેદી)માં સંસ્કૃત સુભાષિતોની શૈલીનાં અને કવચિત નવીનતાથી ઓપતાં વિચારમુક્તક છંદમાં ઉતારેલાં છે. - “શતદલ' (ઇદુલાલ ગાંધી)ને મુક્ત કહેવામાં આવ્યાં છે કારણ કે તેમાં મુક્તકના જેવો ધ્વનિ છે. વસ્તુતઃ તેમાં દીર્ઘ ધ્વનિકાવ્યો પણ છે.
ચિનગારી' (તુરાબ)માં આલંકારિક, કલ્પનાપ્રધાન અને ભવ્ય સ્કૂટ વિચારો સંગ્રહેલા છે પરંતુ તે પદ્ય નહિ–ગદ્ય મુક્તક લેખાય તેવાં છે.
ભાવના” (મનોરમા મંગળજી ઓઝા)માં અંતરાત્માના નાદે પ્રેરેલા મનેભાવ કાવ્યોચિત ગદ્યમાં ગૂંથેલા છે. ભાવનાઓ જીવનનાં અનેક પાસાંઓને સ્પર્શે છે અને પવિત્ર વિચારોને પ્રતિધ્વનિ પાડે છે.
ભાષાંતરે ગુલે પિલાંડ' (ઉમાશંકર જોષી) એ મિત્સકિવિચના “કીમિય સૌનેટ્સ'નું ભાષાંતર છે. કુદરતનાં રમ્ય દર્યો અને કાવ્યનું કરુણ વાતાવરણ હૃદયને હલમલાવે તેવું છે. સંસ્કૃત સમાસ અને સંસ્કૃત કવિતાની સૂત્રરૂપાત્મક ઉક્તિઓ તેમાં થોડા શબ્દો દ્વારા વિશેષ અર્થસંભાર ભરે છે, તેથી શબ્દાળુતા દૂર રહે છે, પરંતુ અર્થધ માટે તે તેનું પુનઃપુનઃ વાચન કરવું પડે છે. એમાં આપેલો “સેનેટ' વિશેનો નિબંધ અનેક દૃષ્ટિઓની વિચારણાપૂર્વક લખાયેલો છે.
રાસપંચાધ્યાયી” (અમૃતલાલ ના. ભટ્ટ) એ ભાગવતમાંથી સમશ્લોકી અનુવાદ રૂપે ઉતારેલું એક ખંડકાવ્ય છે. મૂળ પ્રતિની તેની એકનિષ્ઠતા અને અર્થબોધની ઉત્કટતા એ આ ભાષાંતરની વિશિષ્ટતા છે.