________________
પાંચ વર્ષનું સાહિત્ય - કવિતા સર્વાનુભવરસિકતાને કવિને ગુણ જ આવશ્યક હોય છે. આપણે ત્યાં જણાતી ખંડકાવ્યોની દુર્લભતા સર્વાનુભવરસિકતાની ઊણપને આભારી છે.
રતન' (ચંદ્રવદન મહેતા) એ નવીન પેઢીની કવિતામાં લખાયેલું પ્રથમ પંક્તિનું ખંડકાવ્ય છે, ને ભગિનીસ્નેહની મંગળ ગાથા સમું છે. વસ્તુ આછું હોવા છતાં ૧૬૦૦ પંક્તિઓનું એ લાંબુ કાવ્ય વાતાવરણ અને પાત્રમાનસને સુંદર તથા ભાવભરી રીતે રજૂ કરે છે. એ કાવ્ય પૃથ્વી છંદની એક સિદ્ધિ સમું બન્યું છે. વસ્તુવિષય કે જૂનો છે, પરંતુ કવિની સહદયતા તેને અભિનવતા અર્પે છે.
“અચલા' (સ્વપ્નસ્થ) એ ૪૦૦ પંક્તિઓનું ખંડકાવ્ય છે. નિષ્ફળ નીવડેલા પ્રણયનું વિલાયેલું સ્વમ તેમાં સરલ પ્રવાહી શૈલીમાં ગવાયું છે, ઊર્મિપ્રાબલ્યથી ભરપૂર છે.
‘પવન, “મદાલસા અને “આપદ્ધર્મ (ગાવિંદ હ. પટેલ)માંના પહેલામાં “સાવિત્રી અને યમ” તથા “યજ્ઞશિખા” એ બે ખંડકાવ્યો છે. બીજું બોધપ્રધાન સંવાદકાવ્ય છે. લેખક નરસિંહરાવ અને ‘કાન્ત’ની શૈલીએ પૌરાણિક તથા ઐતિહાસિક પ્રસંગોને કાવ્યમાં ગૂંથે છે, પણ વર્ણનનો વિસ્તાર કાવ્યની સમગ્ર અસરને કાંઈક ઝાંખી કરે છે. કાવ્યનો ધ્વનિ જીવનને સ્પર્શીને બોધપ્રધાન બને છે એટલે અંશે રસનિષ્પત્તિ ઊણી રહે છે. ત્રીજું પ્રવાહી અને રસમય શૈલીમાં લખાયેલું છે અને પહેલાં બે કરતાં ઉચ્ચ કોટિમાં આવે તેવું છે. શૈલી સ્વસ્થ અને છંદરચના તથા છંદોવિધાન સુંદર છે.
“કથાકુંજ' (ચંદ્રકાન્ત ઓઝા)માં મોટે ભાગે પૌરાણિક કથાકાવ્યો છેઃ કુન્તીની પરાસ્તતા, હરિશ્ચંદ્રની કસોટી, કચ-દેવયાની, અને વર્તમાન કાળે બનેલી વઢવાણની શાન્તાના મૃત્યુની કરૂણ ઘટના; એમાંની છેલી કથા વિશેષ આકર્ષક બની છે. અસાધારણ આત્મબળ અને લાગણી તેમાં વણાયાં છે. બીજ કાવ્ય સામાન્ય કોટિનાં છે. મુખ્ય અને ગૌણ બધાય પ્રસંગો એકસરખી અભિનવતા ન બતાવે ત્યારે કથાકાવ્યો અને ખંડકાવ્યો ઇષ્ટ ફળદાયી બની શકતાં નથી.
કુરુક્ષેત્ર” (કવિશ્રી નાનાલાલ) એ કોઈ પણ પઢીની કવિતાનો નમૂનો દર્શાવતું મહાકાવ્ય નથી–સ્વકીય ડોલનશૈલીનું અનેરું મહાકાવ્ય છે. ૧૯૨૬ થી કવિશ્રીએ તેનું લેખન શરૂ કરેલું અને ૧૯૩૯માં તે પૂરું થયું. ચૌદ વર્ષમાં એના કાંડે ક્રમસર નહિ પણ છૂટક છૂટક બહાર પડયા છે, એટલે એનું એકદર મૂલ્ય કોઈ એક જ વિવેચકની કલમે હજી અંકાયું નથી. કવિની ડોલનશૈલીની, ઉપમા-અલંકારોની, દિવ્યતા તથા ભવ્યતાને આવરી લેનારી ક૯પ