________________
ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી
૨૦
ઉપસહાર
જોડણીમાં સુધારાનાં દ્વાર હજી બંધ થયાં નથી, થઇ કે હાઇ પણ ન શકે; કેમકે ગુજરાતી ભાષાને હજી શાસ્ત્રીય વ્યાકરણુ મળ્યું નથી. શાસ્ત્રીય વ્યાકરણુ મળ્યા પછી જ આખરી નિણૅય મેળવી શકાશે. અને જોડણીના જટિલ વિષય નક્કી કરનારા ભાષા અને ભાષાશાસ્ત્રના અંતરમાં ઊતરેલા માણસા ોઇયે. કહેવાની જરૂર નથી કે નિ ય લાવનારા એવા વિદ્વાન, કે વિદ્વાના ન હેાય ત્યાંસુધી આ વિષય આખરી શુદ્ધ અને સ્વાભાવિક રૂપ ન પામી શકે.
ગુજરાત વિદ્યાપીઠના નિયમેામાંના જે જે સ્વાભાવિકતાની વધુ નિકટ છે યા સ્વાભાવિક છે તે બતાવવાની ઉપર એક પણ તક જતી કરવામાં આવી નથી. જે નિયમેાનાં વિધાન મને અસ્વાભાવિક જણાયાં છે, તે પણુ, સૂચવવાની ફરજ સમઝી આપ્યાં છે. આ વિષય ભાષાશાસ્ત્રીઓને છે અને એએ જ આ વાતને સમઝી શકશે. ગુજરાત વિદ્યાપીઠ જેવી જવાબદાર સંસ્થા એ જવાબદારી સમઝે જ છે અને તેથી દર આવૃત્તિએ કાંઈ અને કાંઈ સુધારા સ્વીકાર્યો છે, જે વસ્તુસ્થિતિએ ઉચ્ચારણની સ્વાભાવિકતા તરફ વધુ અને વધુ આવતા જાય છે. એ માદČક પ્રયત્નાના ઋણુ નીચે જ વધુ સુધારા સૂચવવાના આ નમ્ર પ્રયત્ન મારા તરફથી થયેા છે. આ સત્ય સ્વીકારતાં હું ગૌરવ લઉં છું.