________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ ૩૧. કહેવડાવવું કહેવરાવવું, ગવડાવવું–ગવરાવવું, ઉડાડવું–ઉરાડવું, બેસાડવું
બેસારવું, જેવાં પ્રેરક માં ડ અને રને વિકલ્પ રાખવો.
૩૦ મા નિયમમાંના વિકલ્પ સ્વીકાર્ય છે. બંને રૂપે વ્યાપક થઈ ચૂક્યાં છે. -
૩૧ મા નિયમમાં દિપ્રેરક રૂપમાં તેમ જ ડાં સાદાં “આઇ” પ્રત્યયવાળાં પ્રેરક રૂપમાં વિકલ્પ છે, તે સ્વીકાર્ય જ છે.
" [ઈ-વિશે શેષ પ્રકીર્ણતા ] કર. કવિતામાં નિયમાનુસાર જોડણી વાપરી હસ્વ દીર્ધ બતાવનારાં ચિહ્ન વાપરવાં.
ખરી રીતે આ જોડણુને દેઈ નિયમ નથી. કવિતામાં યથેચ્છ જોડણી કરનારને અટકાવવા પૂરતું આ નિયમન છે. ગદ્ય કરતાં પદ્ય એ મુખપાઠમાં વધુ આવે છે, અને તેથી ઉચ્ચરિત શબ્દોમાં હસ્વ દીર્ધ યથા સ્થાને આવે એ આવશ્યક છે. ન લાવી શકનારને માટે ચિહ્નોને ઉપયોગ આવશ્યક બને છે, જે પણ પ્રયોજકની કાચી હટી સૂચવે.
અહીં નમૂના તરીકે કરીએ, નદીઓ, મચાવવું” વગેરેને લક્ષ્મ કરિયે. ઉચ્ચારણમાં તે “કરિયે, નદિયે, મિચાવવું' છે, અને સિદ્ધહસ્ત કવિ તે જ પ્રમાણે પ્રયોગ કરવાને. તેને માટે કરીએ, નદઓ, મચાવવું તેવી ઉચ્ચારણ વિરુદ્ધ જોડણી કરવાથી કેવું વિચિત્ર વલણ અખત્યાર કરવું પડે છે!
કરીએ શું આવે? ઝડપ સહ પાણું પ્રવહતાં, નદીઓ વીંઝાતી ગગન સહ વાતે વળગતાં. ”
આમાં “કરીએ, નદીઓ વીંઝાતી' માં અનંત્ય “ઇ”નું દીર્ઘ ઉચ્ચારણ કાનને સારું લાગે છે ખરું?
આ જ વસ્તુ જોડણુને વધુ સ્વાભાવિક કરવાનું નિમંત્રણ એટલું જ નહિ, નિયંત્રણ પણ માગી લે છે. માત્ર વ્યવહાર રેચક થઈ શકતો નથી. ૩૩. જે શબ્દોની જોડણી કે ઉચ્ચારને વિષે એકરૂપતા ચાલતી હોય તે શબ્દની,
ઉપરના કેઈ નિયમ અનુસાર જુદી જોડણી થતી હોય છતાં, પ્રચલિત જોડણી કાયમ રાખવી. ઉદા. મુજ, તુજ, ટુકડે, ટુચકે, મુજબ, પૂજારી, મુદત, કુમળું, કુસકી, ગુ, કુલડી.
માત્ર “મુજ–તુજ” અને “પૂજારી” શબ્દ સિવાય બાકીના આ બધા શબ્દમાં ઉચ્ચારણ પ્રમાણે સ્વરભાર અંત્ય સ્વર ઉપર હોવાને કારણે જ આદિ કૃતિમાં “ઉ” હરવ જ છે. આમ થવાનું સાચું કારણ શોધી પૂર્વે થયેલાં વ્યવહારુ નિયમોમાંનાં વિધાનોને રવાભાવિકતા તરફ લાવવાનો પ્રયત્ન આવશ્યક બને છે.