________________
પાંચ વર્ષનું સાહિત્ય - આલ-વાડ્મય
૧૧૯
શ્રી. ધૂમકેતુની સસ્તી સાહિત્યવાટિકા'માં કુમારાપયેાગી એ ચિરત્રકથાઓ પ્રસિદ્ધ થઇ છે : ‘નરકેસરી નેલિયન' અને ‘પરશુરામ'. ‘શ્રી રામાનુજાચાર્ય’ (પ્રેા. પ્રતાપરાય મેદી) અને ‘લવ-કુશ’ (શ્રીમતી મજમુદાર) : એ એ ચરિત્રકથા સયા બાલ જ્ઞાનમાળામાં પ્રસિદ્ધ થઇ છે. ‘બાળકાના વિવેકાનંદ’ (પ્રફુલ્લ પ્રા. શાર) : સ્વામી વિવેકાનંદના સત્યેન્દ્રનાથ મજમુદારે લખેલા ચરિત્રના બાલભોગ્ય રશૈલીએ કરેલા અનુવાદ છે.
‘લેાકનાયકા’ (કશનજી મણિભાઈ દેસાઇ)માં બાળકો માટે વિવેકાનંદ, જગદીશ મેઝ, ગે।ખલે, ટિળક, રાનડે, બંકિમ, જવાહર, ટાગાર વગેરેનાં જીવનચિરત્રા છે. ‘રાજમાતા રૂપસુંદરી' (ચંદ્રભાઇ ભટ્ટ), ‘શંકરાચાર્ય’ (હરજીવન સામૈયા), ધીર જવાહરલાલ' (લાભુબહેન મહેતા), ‘સાચી વાતા’ (આપણી બાલગ્રંથમાળા-ભરૂચ)માં મેાતીભાઈ અમીન, ગીજુભાઈ અને ત્રણ મહારાષ્ટ્રીયાની જીવનકથા છે. ‘તુલસીદાસ' (ગૂર્જર બાલગ્રંથાવલિ : કીર્તિદાબહેન દીવાનજી).
‘અશોક ખાલપુરતકમાલા' (સં. નાગરદાસ પટેલ)માંની માલખાધક ચરિત્રકથાઓની નામાવલિ નીચે મુજળ છે:-રાજાભેાજ (રમણલાલ નાનાલાલ શાહ), સમ્રાટ સિકંદર (નાગરદાસ પટેલ), મીરાંબાઇ (નાગરદાસ પટેલ), ક્ષેમરાજ (માધવરાવ કણિક), રાણા પ્રતાપ (નાગરદાસ પટેલ), લેનિન (પિલા ઠાકોર), નરસૈંયા (નાગરદાસ પટેલ), ગલા ગાંધી (રિતલાલ વિઠ્ઠલદાસ દલાલ).
હૈદર
‘વિદ્યાર્થી વાચનમાળા' (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય)ની નાની પુસ્તિકાએની એકંદરે ૧૦ શ્રેણીમાં ૨૦૦ પુસ્તિકાઓ બહાર પડી છે. આ પાંચ વર્ષમાં તેની પાંચ શ્રેણીની ૧૦૦ પુસ્તિકાઓ જુદાજુદા લેખકાને હાથે લખાઈને પ્રસિદ્ધ થઈ છે. જેમાંની મેાટા ભાગની ચરિત્રકથાઓ છે અને બીજી ભૂંગાળ તથા સ્થળવણુનની છે. તેમાંની ચિરત્રકથાએની નામાવલિ નીચે મુજબ છે: (શ્રેણી ૬) મહાદેવી સીતા, નાગાર્જુન, કર્મદેવી, વીર વનરાજ, અલી, મહાકવિ પ્રેમાનંદ, સર ટી. માધવરાવ, જામ રણજીત, ઝંડુ ભટ્ટજી, શિલ્પી કરમારકર, કવિ દલપતરામ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, વીર લધાભા. (૭) શ્રી ઋષભદેષ, ગારક્ષનાથ, વીર કુણાલ, અકબરશાહ, મહામંત્રી મુંજાલ, કવિ દયારામ, જયકૃષ્ણ ઈંદ્રજી, શ્રી. સયાજીરાવ ગાયકવાડ, મહાવીરપ્રસાદ દ્વિવેદી, મહાકવિ નાનાલાલ, આચાર્ય ગિદવાની, અબદુલ ગફારખાન, સેરડી સંતેા. (૮) ગુરુ દત્તાત્રય, ઉદયન–વત્સરાજ, મહાત્મા આનંધન, વસ્તુપાલતેજપાલ, શામળ ભટ્ટ, કવિ નર્મદ, વીર સાવરકર, જમશેદજી ટાટા, વિ