________________
૧૧૯
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯.
માટે
માટે સુગમ્ય રીતે લખાઈ છે. આવી બીજી સળંગ બૃહત્ કથા ભાગે ‘ગાંડીવ’ ની ‘કુમારમાળા’માં પ્રસિદ્ધ થઇ છે અને તે વિશેષાશે સાહસકથાઓ છે તથા અનુવાદિત છે: ‘આફતે મર્દા’ (ભાલકૃષ્ણ જોષી), ‘મેાતના પંજામાં’ (બાલકૃષ્ણ જોષી), ‘ચીણગારી’ (ભાનુપ્રસાદ વ્યાસ), ‘લલ્લુ’ (શ્રીરામ) ‘સંકટની શેાધમાં’ (ભીમભાઇ દેશાઇ), ‘માયાવી દેશ’ (ભાનુપ્રસાદ વ્યાસ), ‘ટૉમી અને બીજી વાતા’(ગજાનન ભટ્ટ), ‘શિકારિકા-ભાગ-૩’(બાલકૃષ્ણ જોષી). ‘બાલવિનેદ ગ્રંથાવલ્રિ’(મલાડ)માં પ્રસિદ્ધ થયેલી ત્રણ બૃહત્ કથા વિનાદપ્રચુર અને સચિત્ર છે: ‘હાથીનું નાક', ‘સંગીતશાસ્ત્રી’ અને ‘ચિત્રલેખા' (નાગરદાસ પટેલ).
‘અરુણ પુસ્તકમાળા’માં ‘ભરરિયે’ (હરજીવન સોમૈયા) અને ‘જાંબુની ડાળે' (ઈંદ્ર વસાવડા) એ એ સાહસકથાએ પ્રસિદ્ધ થઈ છે.
બાળકાનું રામાયણ' (રમણલાલ ના. શાહ : બાલજીવન કાર્યાલય) બે ભાગમાં સરલ રામાયણકથા છે.
ચરિત્રકથાઓ
‘ચરેાતર એજ્યુકેશન સેાસાયટી' તરફથી પ્રસિદ્ધ થતી ‘કિશાર ચરિત્રમાળા'ના ગુચ્છામાં નાની ચરિત્રકથાઓ હાય છે. એના ત્રીજા ગુચ્છમાં નીચેનાં ચરિત્રા શ્રી. રસુલભાઈ ન. વહેારાએ લખેલાં આપવામાં આવ્યાં છેઃ ‘રાજા રામમેાહનરાય’, ‘શ્વિરચંદ્ર વિદ્યાસાગર’, ‘મહાદેવ ગાવિંદ રાનડે’, ‘સર કિરાજશાહ મહેતા’, ‘સર સુરેન્દ્રનાથ બેનરજી’, ‘લેાકમાન્ય ટિળક’, ‘સ્વામી શ્રદ્ધાનંદ', ‘સર જગદીશચંદ્ર માઝ', ‘પંડિત મેાતીલાલ નેહરુ’, ‘લાલા લજપતરાય’, ‘ગેાપાલ કૃષ્ણ ગાખલે’, દેશબંધુ દાસ’. એ ઉપરાંત એ સંસ્થાની ‘ખાલ સાહિત્યમાળા'માં વીર વિઠ્ઠલભાઇ’ અને ‘માતીભા અમીન’ એ મે ચિરત્રકથા પ્રસિદ્ધ થઇ છે. તે પૂર્વેના એ ગુન્છામાં પરદેશના અને ગુજરાતના બાર-બાર મહાન પુરુષાની ચરિત્રકથા અપાઈ હતી.
‘વર્તમાન યુગના વિધાયકેા' (શારદાપ્રસાદ વર્મા)ઃ એ ‘અમર મહાજના'ની શ્રેણીમાં વિદ્યાર્થીઓને માટે પ્રસિદ્ધ કરવામાં આવેલું નાની ચરિત્રકથાનું પુસ્તક છે. માદામ ક્યુરી, પાશ્ચર, માર્કોની, લિસ્ટર, રેનેાલ્ડ રાસ, પ્રે. વિલ્સન, વીારફેાર્સ, કેકસ્ટન અને સ્ટીવન્સનનાં સંક્ષિપ્તચરિત્ર તેમાં આપ્યાં છે. એ જ ગ્રંથકારની ફારમ’ની ૧૦-૧૧-૧૨ લહરીઓમાં પણ નાની ચરિત્રકથા વાર્તાલાપની શૈલીએ આપી છે : ‘સમાજસેવકે’, ‘વિસરાતી સ્મૃતિએ’ અને ‘જીવનપ્રસંગેા’.