________________
૧૧૭
પાંચ વર્ષનું સાહિત્ય- બાલ-વાહમય કવિતા
“રંગ રંગ વાદળિયાં' (સંદરમ : અરુણું પુસ્તકમાળા) બાલહદયને ઉત્સાહ આપે તેવાં બાલક૯પનામૂઠાં ગીતનો સંગ્રહ. “નગીના વાડી” (રમણિક અરાલવાળાઃ અશોક બાલ પુસ્તકમાળા) બાળકોને ચે તેવા વિષયો પર બાલભોગ્ય શિલીનાં ૧૬ ગીનો સંગ્રહ. “સોમાભાઈ ભાવસારનાં કાવ્યો' વિશેષ ગેય તત્ત્વવાળાં બાળગીતો. “કુલદાની' (ચંદ્રકાન્ત એ. ઓઝા) કિશોર વયના વિદ્યાર્થીઓ માટે ચગીત, ભાવગીતો અને ઊર્મિગીત. એ જ લેખકનું મંગળ ગરબાવળી” લોકગીતોના ઢાળવાળા ગરબાઓ. “ગુંજન” (પૈર્યચંદ્ર બુદ્ધ) પ્રયત્નપુર્વક યોજેલાં સરલ ગીતો. “ગુંજારવ' (ત્રિભુવન વ્યાસ) બાલગીત. છીપલાં' (મેહન ઠક્કર) બાલગીતો. “ચાલો ગાઈએ” (મૂળસુખલાલ દીવાન) સંગીત દષ્ટિએ યોજેલાં બાળગીત. કિલકિલાટ' ન્યૂ એરા સ્કૂલનાં બાલગીતો. ‘તલસાંકળી' (જયંત-શંકર જોષી) સોળ બાલગીત. “સંગીત પ્રવેશપોથી' (રતિલાલ અધ્વર્યું) સ્વરાંકન સાથે બાળકોનાં સરલ ભાવગીત. “ગીતકથાઓ' (અશોક બાલપુસ્તકમાળા : ચંદ્રકાન્ત મં. ઓઝા). પદ્યકથાઓ' (બાલજીવન કાર્યાલય). નાટક
“રૂપાની ગાય' (રમણલાલ સોની) કિશોરેએ ભજવવાયોગ્ય સ્ત્રી પાત્ર વિનાની નાની નાટિકાઓને સંગ્રહ. “પન્નાકુમારી' (ભાસ્કરરાવ કણિક તથા
ત્ના ઠાકોર)માં બે નાટિકાઓ છે: પન્નાકુમારી' અને “મનરંજન”.
ચાલો ભજવીએ” (ગાંડીવ) ભાગ ૧૧ (હરિપ્રસાદ વ્યાસ) અને ભાગ ૧૨ (ભાનુપ્રસાદ વ્યાસ) બાળકો, કિશોર અને કુમારો ભજવી શકે તેવી નાની નાટિકાઓને કપ્રિય નીવડેલા સંગ્રહ છે.
- “આપણે ભજવીએ' (આપણી બાલગ્રંથમાળા-ભરૂચ) માં ભજવવા છે નાની નાટિકાઓ આપી છે.
સુંદર સંવાદો' (અશોક બાલ પુસ્તકમાળા: ચંદ્રકાન્ત ઓઝા).
ચાર સુંદર સંવાદો (ગૂર્જર બાલગ્રંથાવલિ). બૃહત્ કથાઓ
પોપટની વાતો' (શાંતિલાલ સારાભાઈ ઓઝા) એ “કાદંબરી' પરથી સરસ રેલીમાં ઉતારેલી કથા છે અને વિદ્યાર્થીઓ રસપૂર્વક તેને ઉપયોગ કરી શકે તેમ છે.
વીર શાલિવાહન” (જીવરામ જોશી ગાંડીવ બાલોદ્યાનમાલા) એ નામના ઈતિહાસપ્રસિદ્ધ રાજાની આ ઐતિહાસિક નવલકથા છે અને વિદ્યાર્થીઓ