________________
ગ્રંથ અને ગ્રંથકારપુ. ૯ ખૂબ લોકપ્રિય પણ છે. બહત કથાઓ અથવાતો બાળક માટેની નવલકથાઓ થોડી જ છે, પરંતુ ચરિત્રકથાઓ અને બોધ તથા વિનોદની કથાઓ સારી પેઠે પ્રસિદ્ધ થઈ છે. એકવાર પરીકથાને જ બાળકો માટેની કથા લેખવામાં આવતી તે માન્યતા હવે દૂર થઈ છે. અને જેકે પરીકથાઓ પણ પ્રસિદ્ધ થતી રહે છે, તો પણ સાહસથાઓ, પ્રવાસકથાઓ, ચરિત્રકથાઓ, પ્રાણીકથાઓ ઈત્યાદિના વૈવિધ્યથી આ વાડ્મયવિભાગ સમૃદ્ધિવંત બન્યો છે. ----
સામાન્ય જ્ઞાન અને વિજ્ઞાનની પુસ્તિકાઓ પ્રમાણમાં ઠીક મળી છે. પ્રકૃતિસંદવે, જગતની નવાઈઓ, પશુવન, પક્ષિજીવન, માનવજીવન, ખગોળ, યંત્ર, વિમાન, હુન્નર ઇત્યાદિને સ્પર્શતી અનેક બાબતો આ પુસ્તિકાઓમાં નરી છે. જ્ઞાન કરતાં કુતૂહલને વધારે ઉશ્કેરતું વાય વાચકોમાં જ્ઞાનની તરસ માત્ર ઉત્પન્ન કરી શકે. પરંતુ આ વાલ્મમાં હજી તે પહેલાં પગલાં જ મંડાયાં લેખાય. કેવળ સામાન્ય જ્ઞાન અને વિજ્ઞાનની બાળગ્રંથમાળા જે સરસ રીતે પ્રસિદ્ધ થાય તે કથા-વિનોદ જેટલી જ તે લોકપ્રિય બેવડી શકે તેમ છે.
બાળકો માટેની ગ્રંથમાળાઓમાં એકલી ચરિત્રકથા “કિશોર ચરિત્રમાળામાં અને “રમ” ગ્રંથાવલીમાં હોય છે. વિદ્યાર્થી વાચનમાળા'માં ચરિત્રકથાઓ તથા સ્થાવર્ણનું મિશ્રણ છે. બાકીની બધી ગ્રંથમાળાઓ કવિતા, નાટક, વાર્તા, ચરિત્ર, પ્રવાસ, વિનોદ, વિજ્ઞાન ઇત્યાદિના વૈવિધ્યથી યુકત છે. ચિત્રો, મુદ્રણ અને રંગરૂપમાં બધી બાલગ્રંથાવલીઓ આગળ ને આગળ વધી રહી છે, તેમાં બાલવિનોદમાળા” અને “અશોક બાલ પુસ્તકમાળાંએ સૌથી વિશેષ આકર્ષણ જમાવ્યું છે.
બાલ, કિશોર અને કુમાર એ ત્રણે વયના વાચકો માટેના વાડ્મયને આ બાલવાભયના વિભાગમાં સમાવ્યું છે. “સયાજી બાલ જ્ઞાનમાળા'નાં પુસ્તકો નાનાં હોવા છતાં એ બધાં બાળકે કે કુમારા માટે નહિ પણ મોટી વયનાં માટે લખાયેલાં નાનાં પુસ્તકો હોય એમ જણાવાથી તે ગ્રંથમાળાનાં પુસ્તકો તથા બીજાં પણ કોઈકોઈ પુસ્તકોને બાલવાડુમયને બદલે સામાન્ય સાહિત્યવિભાગમાં લેવાનું સુઘટિત માન્યું છે. ગ્રંથમાળાઓની બહારની છૂટક પ્રસિદ્ધ થયેલી બાળકો માટેની પુસ્તિકાઓને પણ બને તેટલા પ્રમાણમાં આ નંધમાં સમાવી છે, છતાં બનવાજોગ છે કે કોઈ દૃષ્ટિની બહાર રહી જવા પામી હેય.