________________
પાંચ વર્ષનું સાહિત્ય - બાલવામય છે. લેખકને પિતાના ગુરુ સ્વ. જયકૃષ્ણ ઈજી પાસેથી જે પ્રેરણા મળેલી તે આ મોટા ગ્રંથ પાછળના પરિશ્રમને સાર્થક બનાવી શકી છે. વનસ્પતિએના અભ્યાસ અને સંશોધન પાછળ લેખકે ઉઠાવેલી જહેમતને ખ્યાલ તેમના આત્મર્થનમાંથી પ્રાપ્ત થાય છે.
બાલ-વાલ્મય બાળકો, કિશોર અને કુમારે માટેનાં પાઠ્ય પુસ્તકો સિવાયનું ઇતર વાચન “દક્ષિણામૂર્તિ ભવન'નાં પ્રકાશનની પ્રેરણાથી ગુજરાતમાં ઠીક કહ્યુંકાવ્યું છેહાલમાં આવા વાત્મય માટેની આર્થિક ગ્રંથમાળાઓ ચાલી રહી છે, અને આ વિભાગ હેઠળનાં નાનાં-મોટાં પુસ્તક ઉપરથી કહી શકાય તેમ છે કે તેમાંની કેટલીકે તે પ્રેરક સંસ્થા કરતાં પણ કેટલાક પ્રમાણમાં સરસાઈ કરી બતાવી છે. દુર્ભાગ્યે “દક્ષિણામૂર્તિ સંસ્થા બંધ થઈ છે. તેનાં જૂનાં પ્રકાશનો ચાલુ રહ્યાં છે, તો પણ નવાં પ્રકાશનો અટકી ગયાં છે અને વિદ્યાર્થીઓ સાથેના ગાઢ સંપર્કમાંથી ઉત્પન્ન થયેલી બાલવા માટેની દૃષ્ટિની ઉણપ બીજી સંસ્થાઓના બાલવાભયમાં જણાવ્યા વિના રહેતી નથી. સામાન્ય રીતે એ વાલ્મયના કેટલાક લેખકો એમ માને છે કે બોલરોચક વિષય પર કવિતા, નાટિકા કે કથા લખીને મોટા અક્ષરે પ્રસિદ્ધ કરી હોય તો તે બાલવાડમય બની જાય ! ભાષાની સરળતા અને બાલબોધક શૈલી એ બેઉની ઉણપ મોટા પ્રમાણમાં દેખાતી હાઈને લેખકની આ સામાન્ય માન્યતા ટીકાને પાત્ર બને છે. બાલશિક્ષણ અને બાળકોના સંપર્કવાળા શિક્ષકો એ દિશામાં સારું કાર્ય કરી શકે પરંતુ થોડા લેખકમાં જ વાલ્મય માટેની મૌલિક દૃષ્ટિ જણાય છે અને જેમનાં લખાણોમાં એ દૃષ્ટિ છે તેઓ લોકપ્રિય પણું નીવડ્યા છે.
આ પાંચ વર્ષમાં બાળકો માટેની કવિતા બહુ જ થોડી લખાઈ છે અને અને તેમાંય થોડી કવિતા સાચી બાલકવિતા છે. જાણીતા કવિઓની ત્રણચાર કૃતિઓને બાદ કરીએ તે આપણુ ઘણુ ખરા જાણીતા કવિઓ આ ક્ષેત્રની ઉપેક્ષા કરતા જણાવ્યા વિના નહિ રહે. બાળનાટકની પણ એ જ સ્થિતિ છે. બાળકો માટેની ગ્રંથમાળાઓ વિવિધતાને માટે થોડાં નાનાં નાટકો કે સંવાદ આપે છે એટલું જ. આ વિભાગમાં “ચાલો ભજવીએ” નો હિસ્સો કાંઈક વિશેષ લેખાય.
બાળકો માટેનું કથાવાડ્મય ભરપકે પ્રસિદ્ધ થયે જાય છે અને વાડ્મય