________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯
‘જીવિવજ્ઞાન’ (ડૅા. માધવજી ખી. મચ્છર) : અભ્યાસી અને સામાન્ય વાચકા સમજી શકે તેવી શૈલીએ આ ગ્રંથ સંખ્યાબંધ આકૃતિએ સાથે તૈયાર કર્યો છે. વિજ્ઞાનના પારેિભાષિક શબ્દો પરભાષાના બિલકુલ જ વાપરવા ન પડે એ સ્થિતિ હજી આપણે ત્યાં આવી નથી, છતાં બની શક્યા તેટલા એવા શબ્દો લેખકે ગુજરાતી ભાષાના વાપર્યાં છે. વિદોએ આ ગ્રંથને એક મહત્ત્વના ગુજરાતી પ્રકાશન તરીકે માન્ય રાખ્યા છે.
‘જંતુશાસ્ત્રપ્રવેશિકા’ (ઍ. બાલકૃષ્ણ અમરજી) : લેખક આયુર્વેદ અને એલોપથીના વિદ્વાન છે તથા જંતુશાસ્ત્રના મારા અભ્યાસી છે. એ શાસ્ત્રના પોતાના અભ્યાસનું કુળ તેમણે સંક્ષેપમાં આ પુસ્તકદ્વારા આપ્યું છે.
‘માનસશાસ્ત્ર’(નવલરામ ત્રિવેદી): વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઉપયેગી થાય તેવાં માનસશાસ્ત્ર વિશેનાં વ્યાખ્યાનાને એમાં સંગ્રહ કરેલા છે.
૧૧૪
માનવજીવનને ઉષઃકાળ' (અશાક, હર્ષ) : પૃથ્વી વાયુરૂપ હતી તે આજની સ્થિતિએ સવા અબજ વર્ષે પહોંચી છે એમ વિજ્ઞાનવેત્તા માને છે, તેમાં જીવસૃષ્ટિ કરેાડા વર્ષે થયું અને માનવષ્ટિ ત્યારપછી થઇ : વૈજ્ઞાનિકાની એ ગણત્રી તથા સંશાધનોદ્વારા આ પુસ્તકમાં માનવજીવન કેવી રીતે ઉત્પન્ન થયું તથા ઉત્તરે।ત્તર વિકસતું ગયું તે અંગ્રેજી ગ્રંથાને આધારે સંક્ષેપમાં પણ રસદાયક રીતે આપ્યું છે. જરૂરી ચિત્રા પણ આપ્યાં છે. ‘માનવીનું ધર’ (ચંદ્રભાઈ ભટ્ટ)માં માનવસંસ્કૃતિ કેવી રીતે વિકાસ પામતી ગઇ અને માનવીની વેલ પૃથ્વીપટ પર પથરાતી ગઈ તેને કુતૂહલ જગાવે તેવા ઇતિહાસ આપ્યા છે. જગતના સ્વરૂપને એળખવા માનવીએ રચેલાં શાસ્ત્રોના પણ તેમાં પરિચય કરાવ્યા છે.
મનુષ્ય વાણીની ઉત્પત્તિ અને વિકાસ’ (વિજયરાય વૈદ્ય) માં વાણીની ઉત્પત્તિ તથા વિકાસ વિશેના નિબંધે છે, જેમાં વેદેમાં દર્શાવેલા વાણીસામર્થ્યથી માંડીને જુદાજુદા દેશોમાં સાહિત્યરચના થઈ ત્યાંસુધીના વાણીવિક,સનું નિરૂપણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ કરેલું છે.
‘વિશ્વદર્શન’ (છોટાલાલ કામદાર) : સૂર્યમંડળથી માંડીને અનેક માહિતીનાં ક્ષેત્રો, ઇતિહાસ, ભૂગોળ, જાણીતા પુષો, વૈજ્ઞાનિક શોધો ઇત્યાદિ સંબંધી એક જ્ઞાનચક્ર જેવા આ આકરગ્રંથ બન્યા છે. જાણવાજોગ ધણી વસ્તુઓની માહિતી તેમાંથી મળે છે. અંગ્રેજીમાં આવા ગ્રંથા વિષયવાર જુદાજુદા હાય છે, આમાં એને સર્વસંગ્રહ છે.
‘વનસ્પતિ સૃષ્ટિ’ (ગોકુલદાસ ખી. આંવડાઇ)માં જગતની બધી વનસ્પતિનું વર્ગવાર વર્ણન અને તેને આર્થિક તથા ઔષધીય પરિચય આપેલા