________________
પાંચ વર્ષનું સાહિત્ય-વિજ્ઞાન :
૧૦૯ - “સ્ત્રીઓનો પહેરવેશ' (ઈદિરા કાપડિયા) માં વર્તમાન ગુજરાતના સ્થળભેદે કરીને સ્ત્રીઓના બદલાતા પિશાકની માહિતી આપવામાં આવી છે.
“ઉપવાસ કેમ અને ક્યારે (હરજીવન સમૈયા) : જુદાં જુદાં દર્દો નિવારવાને ઉપચાર તરીકે ઉપવાસનો ઉપયોગ કરવાના પ્રયોગો તથા તેની અસરનું દર્શન કરાવવાને અંગ્રેજી અને દેશી ભાષાનાં પુસ્તકોને આધારે આ પુસ્તક લખાયું છે અને લેખકે પિતાના અનુભવોનો પણ તેમાં ઉમેરો કર્યો છે. ઉપવાસ દ્વારા આરોગ્ય પ્રાપ્ત કરવાની વિશિષ્ટ ઉપચાર પદ્ધતિ અને તેના ઇતિહાસની જરૂરી સમજ પણ આ પુસ્તક આપે છે.
દર્દો, દવાઓ અને દાક્તરો' (રમણલાલ એન્જનિયર)માં દર્દો મટાડવાને દવાઓ કરતાં કુદરતી ચિકિત્સા વધુ અસરકારક છે એ વાતનું સમર્થન કરવામાં આવ્યું છે અને નિસર્ગોપચારનું ઊંચું મૂલ્ય આંકી બતાવ્યું છે. નિસર્ગોપચારના પુરસ્કારને લગતાં એ જ લેખકનાં બીજાં નાનાં પુસ્તક જનતામાં પ્રચારને યોગ્ય છે. તેનાં નામો ચેિ મુજબ છે: “શરદી અને સળેખમ', ‘નિસર્ગોપચાર અને જલોપચાર', “કલેજાના રોગો', “લાંબું ચાલો અને લાંબુ છે', વેકસીનેશન અને સેનીટેશન, ‘નિસર્ગોપચાર : વિચાર અને વ્યવહાર તથા “નિસર્ગોપચાર સર્વસંગ્રહ' એ નામો હેઠળ લેખકે બે વિભાગોમાં ખોરાક, , શરીરશાસ્ત્ર અને કુદરતી ઉપચારોને લગતા લેખોના સંગ્રહ કરેલા છે.
વ્યાયામ જ્ઞાનકોશ-ખંડ ૧' (દત્તાત્રેય ચિંતામણું મજમુદાર) : વેદકાળથી માંડીને આજ સુધીનો વ્યાયામનો ઇતિહાસ, દેશવિદેશી રમતો અને સામાન્ય જીવનમાં આવતા વ્યાયામ યોગ્ય ગરબાનૃત્યાદિ પ્રસંગો સુધીની માહિતી પુષ્કળ ચિત્રો સાથે આ પુસ્તકમાં આપી છે. મરાઠીમાંથી તેનું ગુજરાતી ભાષાંતર કરવામાં આવ્યું છે અને પુસ્તક ખૂબ જ માહિતી તથા વહેવારુ ઉપયોગિતાથી ભરપુર છે.
ભારતીય કવાયત' (પ્રો. માણિકરાવ)માં સંઘવ્યાયામની તાલીમ માટે કવાયતની દેશી પરિભાષા સમજૂતી સાથે જવામાં આવી છે.
પ્રાચીન ભારતની દંતવિદ્યા' (ડે. કેખુશર છવા): દંતવિદ્યા તક્ષશિલા વિદ્યાપીઠમાં શીખવાતી હતી અને આજે તેનો ધ્વંસ થયો છે તે વિશેનો ઇતિહાસ આ પુસ્તકમાં આપ્યો છે. એ જ લેખકનું બીજું પુસ્તક “મોઢાને બગીચો’ દાંતના આરોગ્ય માટે દાંતની રચના તથા માવજત વિશેની માહિતીથી ભરેલું છે. તેમનું ત્રીજું પુસ્તક “જીદગીનો આનંદ છે તેમાં પ્રાચીન સમયમાં દાંત માટેના વિચિત્ર રિવાજે દર્શાવ્યા છે અને દાંતની બનાવટ, જતન તથા પાવણ વિશેની માહિતી આપી છે. “દાંતની સંભાળ' (ડો.