________________
૧૦૮
ગ્રંથ અને ગ્રંથકાર પુ. “અખંડ યૌવન” અથવા “આરોગ્યમય જીવનકળા' (ડો. રવિશંકર અંજારિયા) એ છે. જેકસનના –ધ બેડી બ્યુટિફુલ' નામના પુસ્તકનો અનુવાદ છે. દેહના આરોગ્યની સાધના માટેની જીવનકળા તેનું લક્ષ્ય છે.
માનવીનું આરોગ્ય (નાથાભાઈ પટેલ) : શારીરિક આરેગ્યરક્ષક વિયેની વિસ્તૃત ચર્ચા ઉપરાંત માનસિક આરોગ્ય સાથે શારીરિક આરોગ્યને સંબંધ અને માનસિક આરોગ્ય માટે મનોબળ કેળવવાનાં સાધનસુચન તેમાં આપેલાં છે. ----
ગામડાનું આરોગ્ય કેમ સુધરે ?' (કેશવલાલ ચ. પટેલ) : આદર્શ ગામડાની કલ્પના કરીને વર્તમાન ગામડાના લોકજીવનને આરોગ્યદષ્ટિએ જોઇને સુધારણાના માર્ગોનું તેમાં સૂચન કર્યું છે.
“દાયકે દસ વર્ષ (ડાહ્યાલાલ જાની): હિંદીઓનું આયુષ દુનિયાના દેશના માનવજીવનની સરાસરીએ તદ્દન ઓછું છે અને ઉત્તરોત્તર તે ઓછું થતું જાય છે, એમ દર્શાવીને આયુષની સરાસરી વધે તે માટે સામાજિક આરોગ્ય સુધારવાના અને આયુષ્ય વધારવાના ઉપાયો તેમાં દર્શાવ્યા છે.
બ્રહ્મચર્ય મીમાંસા' (ડૉ. જટાશંકર નાન્દી) ધર્મ તથા વિજ્ઞાન બેઉની દષ્ટિએ બ્રહ્મચર્યપાલનનું મહત્ત્વ તથા તેની હાનિથી થતા ગેરલાભનું તેમાં નિદર્શન કરવામાં આવ્યું છે. એ જ લેખકનું બીજું પુસ્તક “સો વર્ષ જીવવાની કળા' છે. તેમાં નિસર્ગોપચારની દષ્ટિએ તેમ જ આંતર તથા બાહ્ય નીરગિતાનો પુરસ્કાર કરીને દીર્ધાયુપી બનવાની કળા બતાવી છે. દીર્થ શ્વાસોચ્છવાસથી માંડીને વ્યાયામ અને હિત-મિત આહાર, સર્વ પ્રકારની અતિશયતાને ત્યાગ, સંયમ ઇત્યાદિને દીર્ધાયુષી બનવાનાં ઉપકરણે બતાવ્યાં છે. લુઈ કોનૅર નામના ઇટાલિયનની આત્મકથા તેનો એક ભાગ રોકે છે.
આપણે આહાર (કાન્તિલાલ પંડ્યા) : આહારશાસ્ત્રના પ્રશ્ન પર શાસ્ત્રીય ચર્ચા કરીને અને આપણા આહારની તાત્વિકતા તથા ઉણ દર્શાવીને તેમાં આહાર વિશે ઉપયોગી માહિતી આપવામાં આવી છે. -
પ્રજાજીવનની દૃષ્ટિએ દૂધ અને ઘી’ (. હરિપ્રસાદ દેસાઈ) : પ્રજાજીવન માટે દૂધની અત્યાવશ્યકતા તેમાં સમજાવેલી છે અને ચોખા દૂધની વપરાશ વધારવાનાં સૂચન કરેલાં છે. દૂધ' (ડે. નરસિંહ મૂળજીભાઈ) : એ પુસ્તકમાં દૂધ એક સંપૂર્ણ ખોરાક તરીકે કેટલું તાવિક છે તેનો આરોગ્યવિજ્ઞાનની દષ્ટિએ ખ્યાલ આપેલો છે.
દક્ષિણ રાંધણકળા' (સ્ત્રીશકિત કાર્યાલય) માં દક્ષિણીઓના ખોરાકને કેટલાક પદાર્થો તૈયાર કરવાની રીતે સૂચવી છે.