________________
૧૧૦
ગ્રંથ અને ગ્રંથકાર પુ. કેખુશર છલા તથા રણછોડભાઈ પટેલ) દાંતની માવજત માટેની વહેવાર સલાહ આપે છે.
“સાનમાં સમજાવું-ભાગ ૧' (ડાહ્યાલાલ જાની) સ્ત્રીઓનું સામાન્ય આરોગ્ય બગડતું જાય છે અને અવગણના પામ્યા કરે છે તે કારણે તેમનાં દર્દી અને ચિંતાઓમાંથી તેમને મુક્ત કરવાની દૃષ્ટિએ કેટલાક ઉપાયોનું અને માહિતીનું દર્શન તેમાં કરાવેલું છે.
બાળકોની માવજત:- (ડો. રઘુનાથ કદમ)માં બાલચિકિત્સા તથા બાલઉછેરની માહિતી આપી છે.
કાયાકલ્પ વિજ્ઞાન (વૈદ્ય રવિશંકર ત્રિવેદી): આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને અનુસરીને, શરીરનાં સો કે જે વૃદ્ધાવસ્થાને કારણે ઘડ્યાં હોય, તેને નવેસરથી સર્જવાનું શિક્ષણ તથા ઉપચારનું દર્શન આ પુસ્તક આપે છે.
પુત્રદા અને પારણું' (વૈદ્ય જાદવજી નરભેરામ): નવોઢાનું પ્રથમ માતૃત્વ એ આ પુસ્તકનો વિષય છે. સ્ત્રીને શારીરિક આરોગ્યને જીવનમાં બીજ પાસાંઓને સ્પર્શતા રહીને તેમાં છણેલું છે એટલે પુસ્તક આરોગ્યવિજ્ઞાનનું હેવા છતાં વાચનક્ષમ બન્યું છે. પતિના મિત્ર તરીકે અને પત્નીના ભાઈ તરીકે લેખક દરેક વિષયની ચર્ચા સાથે દોરવણી આપે છે.
વૈદ્યનું વાર્ષિક (સં. પ્રતાપકુમાર વૈદ્ય): એ આરોગ્ય તથા આયુર્વેદસંબંધી જ્ઞાનપ્રચુર નિબંધનો સંગ્રહ છે, અને નિબંધો જુદાજુદા નિષ્ણાતને હસ્તે લખાયેલા છે. ઘણા લે પરંપરાને દૂર રાખીને નવીન દૃષ્ટિપૂર્વક લખાયેલા છે. જાતીય વિજ્ઞાન
આ પૂર્વેનાં પાંચ વર્ષમાં જાતીય વિજ્ઞાનને નામે જાતીય જીવનની તરેહવાર બાબતે ચર્ચનારાં પુસ્તકો સારી પેઠે પ્રસિદ્ધ થયાં હતાં; આ પાંચ વર્ષમાં એવાં પુસ્તક ડાં પ્રસિદ્ધ થયાં છે, તેનું કારણ કદાચ એ પણ હોય કે એવાં પુરત મોટે ભાગે વૈજ્ઞાનિક અને સાચે માર્ગે દોરવનાર હોવાને બદલે રોમાંચક તથા કુતૂહલપિક વાચન પૂરું પાડનારાં ઉતરતી કોટિમાં પુસ્તકો હતાં અને તે સાચી રીતે આરોગ્યપ્રદ નહોતાં, એમ જનતા સમજી ગઈ છે, અને તેથી તેને મળતું ઉત્તેજન ઘટયું હોવાને કારણે એવાં વધુ પ્રકાશનો અટક્યાં હોવાં જોઈએ. આ પાંચ વર્ષમાં એ પ્રકારનાં પુસ્તક થોડાં છે. •
વાસ્યાયન કામસૂત્ર' (શ્રી વસિષ્ઠ શાસ્ત્રી): કામવિજ્ઞાનના એ સંસ્કૃત પુસ્તકને આ ગુજરાતી અનુવાદ છે. તે પુસ્તક સામાન્ય પ્રચાર માટે નથી