________________
પાંચ વર્ષનું સાહિત્ય - ઈતિહાસ અને રાજતંત્ર
“ભારતમાં અંગ્રેજી રાજ્ય-ભાગ ૧-૨' (અનુ. ભાસ્કરરાવ વિકાસ): પંડિત સુંદરલાલજીએ મૂળ હિંદીમાં લખેલા ગ્રંથનો આ અનુવાદ હિદમાં અંગ્રેજી રાજ્યની સમાલોચના છે. આ સમાલોચના પ્રચલિત ઈતિહાસ અને તેનાં તારતમ્યોથી સારી પેઠે જુદી પડે છે અને અંગ્રેજી રાજ્યના અપકારો તથા ઉપકારો ઉપર નિરીક્ષકની ઉડી નજર નાંખે છે. સમાલોચનામાંના પ્રત્યેક મહતવના ધ્વનિ પાછળ બીજા ઈતિહાસકારોનાં વચન આધારભૂત રહેલાં છે તે દર્શાવીને લેખકે પોતાનાં વિધાને પ્રતિપાદ્યાં છે. પુસ્તકના પ્રારંભમાં જોડેલી આશરે દોઢસો પાનાંની પ્રસ્તાવના લેખકને દેશના વર્તમાન ઇતિહાસકાર તરીકે સ્થાપિત કરે તેવી ગુણવત્તા તેમાં રહેલી છે. આ કડક સમાલોચનાને કારણે જ પુસ્તકને સરકારે જપ્ત કરેલું પણ પાછળથી જમી ઉઠાવી લેવામાં આવેલી.
‘હિંદુસ્તાનની ગરીબાઈ' (ગોપાલદાસ જીવાભાઈ પટેલ)માં લેખકે દાદાભાઈ નવરોજીના પુસ્તક “પવર્ટી ઍન્ડ અનબ્રિટિશ સેલ ઈન ઈન્ડિયા' એ પુસ્તકનો નિચોડ આપીને બ્રિટિશ કાલમાંના હિંદની ગરીબાઇનો ઇતિહાસ આપ્યા છે. એવી જ રીતનું બીજું પુસ્તક હિંદહિતૈષી પાદરી ડિબીનું છે જેના નિચોડરૂપે એ જ લેખકે “આબાદ હિંદુસ્તાના' પુસ્તક તૈયાર કરેલું છે. બેઉ પુસ્તકો હિંદના આર્થિક શોષણના ઈતિહાસગ્રંથ માં .
“સત્તાવન’ (નગીનદાસ પારેખ) : હિદને ૧૮૫૭નો કહેવાતે બળવો એ બળવો નહતો પરંતુ સ્વતંત્રતા માટેનો વિપ્લવ હતો એવું પ્રતિપાદન કેટલીક આધારભૂત સામગ્રીને આધારે આ પુસ્તકમાં કરવામાં આવેલું છે. - “ગુલામીની શંખલા” (ધનવંત ઓઝા) : વેદકાળની ભારતીય રાજ્ય
વ્યવસ્થાથી માંડીને ૧૯૩૫ના હિંદના રાજકીય શાસનસુધારાના કાયદા સુધીના રાજ્યબંધારણનો ઇતિહાસ આ પુસ્તકમાં આપેલો છે. તે સંક્ષિપ્ત છે પણ અભ્યાસીઓને ઉપયોગી થાય તે છે.
મહારાષ્ટ્રીય ઇતિહાસનાં મુખ્ય વલણ (અનુ. ભ. મો. પિોટા): આ વિષય પરનાં શ્રી ગોવિંદરાવ સરદેસાઈનાં છ વ્યાખ્યાનોનો આ ગુજરાતી અનુવાદ છે. મહારાષ્ટ્રનાં ઐતિહાસિક સંશોધનોને પણ તે ઠીક ખ્યાલ આપે છે.
હ્યુએનસંગ (ડ. દેવેન્દ્ર મજમુદાર): આ જાણતા ચીની યાત્રાળુની જીવનકથા અને સાહસકથા કરતાં વિશેષાંશે તેની આ સંક્ષિપ્ત પ્રવાસકથા છે. તેમાંથી હિંદની તત્કાલીન સામાજિક, આર્થિક, ધાર્મિક સ્થિતિના ઇતિ હાસની રેખાઓ મળે છે.
ચંદ્રગુપ્ત મૌર્ય (ગિરિજાશંકર આચાર્ય) એ સમ્રા ચંદ્રગુપ્તની સંક્ષિપ્ત