________________
૯૮
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ચરિત્રકથા છે જે તકાલીન ઇતિહાસની ભૂમિકા પર આલેખાઈ છે.
મારી સિંધયાત્રા' (જૈન મુવિ શ્રી વિદ્યાવિજ્યજી) : સિંધના પાટનગર કરાચીમાં બે ચાતુર્માસ કરીને અને મુખ્યત્વે ગુજરાતીઓથી વસેલાં ઇતર નગરોમાં પ્રવાસ કરીને સિંધના ઇતિહાસ, ભૂગોળ, સમાજ, સંસાર, સાહિત્ય ઇત્યાદિનું જે અવલોકન લેખકે કરેલું તેનું પ્રતિબિંબ આમોટા ગ્રંથમાં પાડવામાં આવ્યું છે. યાત્રાગ્રંથ કરતાં વિશેષાશે તે સિંધના વર્તમાન સામાજિક ઇતિહાસનો ગ્રંથ છે. લેખકે પોતાની જાહેર પ્રવૃત્તિની કથા પણ સાથે સાથે કહી છે પણ મુખ્ય દૃષ્ટિબિંદુ સિંધના જનસમાજની ઊણપ અને વિશેતાઓથી ગુજરાતી વાચકોને પરિચિત કરવાનું છે.
સમાજ “સ્ત્રીઓના વિકાસમાં નડતાં કાયદાનાં બંધન” (પ્રભુદાસ પટવારી): એ પુસ્તકમાં દુનિયાની સ્ત્રીઓના વિકાસ માટેનાં મથનાનું તારતમ્ય રહેલું છે. વેદકાળથી માંડીને આજ સુધીના નારીજગતના એ મથનનો સંક્ષિપ્ત ઇતિહાસ તેમાં આપેલો છે.
‘ઉનેવાળ બ્રાહ્મણ જ્ઞાતિની તવારીખ (દીનબંધુ) જ્ઞાતિઓના ઈતિહાસ સમાજશાસ્ત્રનું એક મહત્ત્વનું પ્રકરણ છે. આ તવારીખને ઇતિહાસની વાસ્તવિક દષ્ટિ સાંપડી નથી પણ ઇતિહાસ લખવા માટેની કાચી સામગ્રી તેમાં આપેલી છે. ઉના, મછુન્દ્રી તથા સ્થલકેશ્વરનાં પુરાણોક્ત માહાસ્ય દર્શાવ્યાં છે.
વડોદરા રાજ્યની સામાજિક સેવા' (રમેશનાથ ઘારેખાન) : વડોદરા રાજ્યની રાજકારણથી જુદી પડતી એવી બહુવિધ સામાજિક પ્રવૃત્તિઓને આ ઇતિહાસ છે. રાજ્યની શિક્ષણપ્રવૃત્તિ, વૈદ્યકીય તથા આરોગ્યરક્ષણ, ગ્રામોન્નતિ, ઔદ્યોગિક પ્રવૃત્તિ, અંત્યજોન્નતિ, વ્યાયામપ્રચાર અને સાહિત્યપાસનાનો પરિચય તેમાંથી મળે છે. બીજા દેશી રાજ્યોને ઉધક બને તેવી વીગતો તેમાં છે.
વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ (દુર્ગાશંકર શાસ્ત્રી): આ પુસ્તકની નવી આવૃત્તિમાં પુષ્કળ ઉમેરો કરવામાં આવ્યો છે. ભક્તિમાર્ગનું સાંસ્કૃતિક દષ્ટિએ મૂલ્યાંકન, સ્વામિનારાયણ સંપ્રદાય, ભક્તિમાર્ગની પોરાણિક કૃતિઓને સાર, ગુજરાતમાં વૈષ્ણવ ધર્મનો ફેલાવો, ઇત્યાદિ નવાં પ્રકરણે લેખકના ઊંડા અભ્યાસના ફળરૂપ છે.
જૈન કોન્ફરન્સની ચડતી પડતીનો ઇતિહાસ' ( સ્થા. જૈન કોન્ફરન્સ કાર્યાલય) : આ કોન્ફરસની બધી બેઠકોમાં થયેલી પ્રવૃત્તિ અને ઠરાવો તથા