________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ સંશોધનષ્ટિ જેટલી તીવ્ર દેખાય છે તેટલી તીવ્ર ઐતિહાસિક દષ્ટિ નથી તેથી તેમણે કેટલાંક પ્રચલિત વિધાનને અન્યથા નિરૂપ્યાં છે અને એ નિરૂપણ માટેના તેમના પુરાવા તથા તેનાં પ્રતિપાદન અનૈતિહાસિક હાવાને કારણે તે વિશેડીક-ઠીક ઊહાપેાહ લગ્યા છે. આ ઊહાપાહ દરમિયાન ઉપસ્થિત કરવામાં આવેલી શંકાઓનું નિરસન કરવા તેમણે છેલ્લા ભાગમાં વિસ્તારથી પ્રયત્ન કર્યો છે. એકંદરે તે પ્રાચીન ઇતિહાસદ્મમંથન માટેની સામગ્રીમાં ઉમેરા કરનારા આ ઇતિહાસના બધા ગ્રંથા બન્યા છે અને તેટલાપૂરતી તેની ઉપયેાગિતા નોંધપાત્ર બને છે. પ્રતિહાસવિષયક જૈન સામગ્રીને જેટલે વિશાળ ઉપયેગ તેમણે કર્યો છે તેટલા ઉપયાગ આ કાળના ખીજા ઇતિહાસગ્રંન્થેામાં આજસુધી થયા નથી, એ પણ તેની એક વિશેષતા છે.
‘સ્વાધ્યાય-ખંડ ર' (પ્રેા. કેશવલાલ હિં. કામદાર) : અભ્યાસપૂર્ણ અતિહાસિક નિબંધાના આ બેઉ સંગ્રહા છે. ‘સરસ્વતીચંદ્રનું રાજકારણ’, ‘ગુજરાતના સંસ્કારિત્વનું ઘડતર’, ‘સમયમૂર્તિ નર્મદ’, ‘ગુજરાતના સાણંકી યુગ’, ‘દિગ્વિજયી જંગીમખાં’, ‘અકબર’ એવા રાજકીય અને સામાજિક ઇતિહાસલેખા અને ઐતિહાસિક વ્યક્તિએ વિશેનાં પુસ્તકાની લેખકે કરેલી સમાલોચના ઉપરાંત ‘તિહાસનું પરેશીલન’ જેવા કેટલાક એવા નિબંધો છે કે જે લેખકની નિર્બળ ઇતિહાસદૃષ્ટિને પરિચય કરાવે છે. લેખકનાં મંતવ્યાની પાછળ ઇતિહાસની એકનિષ દૃષ્ટિ છે, એટલે હેમચંદ્ર, શિવાજી કે પ્રતાપ ત્યાદિને તે યુગબળાના ધડનારા લેખે છે અને વીરપૂથ્વના મિથ્યાડંબરને અનિષ્ટ માને છે. એમનાં મંતવ્યા ચિંતનીય છે.
‘ઐતિહાસિક સંશાધન’ (દુર્ગાશંકર કે. શાસ્ત્રી)ઃ કેવળ રાજકીય ઇતિહાસ . જ નહિ પણ દેશ, નગર, ધર્મ, સમાજ, ક્ષતિ, વ્યક્તિ, વિદ્યા-શાસ્ત્ર, ઋત્યાદિ વિષયક ઐતિહાસિક સંશાધનલેખેાળા આ સંગ્રહ છે અને તેને જુદાજુદા ખંડમાં વહેંચેલા છે. લેખકની ઇતિહાસરસિકતા ઉપરાંત સંશાધન માટેની ખંત તથા ચીવટનું તે દર્શન કરાવે છે. કેટલાક લેખા પ્રાસંગિક ચર્ચાને અંગે લખાયેલા હોવા છતાં તેનું મૂલ્ય ઇતિહાસદષ્ટએ એછું નથી.
ઋગ્વેદકાલીન જીવન અને સંસ્કૃતિ' (વિજયરાય વૈદ્ય) : એ જુદાજુદા સંશોધક-લેખકોના ઋગ્વેદકાલીન સંશોધનગ્રંથાના પરિશીલનપૂર્વક લખાયેલે ગ્રંથ અભ્યાસીઓને ઉપયાગી થાય તે પ્રકારના છે. ગ્રંથના મથિતાર્થ એ છે કે જગતની ઉત્તમ સંસ્કૃતિ મધ્ય એશિયામાં કે બીજે ક્યાંય નહિ.પણ ભારતવર્ષમાં જ જન્મી હતી અને સપ્તસિંધુના આર્યાં તે ભારતનાં જ સંતાનેા હતાં. અવિનાશ દાસ અને અક્ષય મઝમુદારની માન્યતાને જ લેખકે સત્ય રૂપે સ્વીકારી છે.