________________
પાંચ વર્ષનું સાહિત્ય -ઇતિહાસ અને રાજતંત્ર
૯૫
હાસવિષયક અને સાહિત્યવિષયક તૈયાર કરેલા લેખોને આ સંગ્રહ છે, અને વિશેષાંશે ગુજરાતના પ્રતિહાસ માટેની જૈન સામગ્રી ઉપર તે પ્રકાશ પાડે છે. ‘જીરાવલા પાર્શ્વનાથ’ (લાલચંદ્ર ભગવાન ગાંધી): પાવાગઢમાં વિ. સં. ૧૧૧૨માં પ્રતિષ્ઠિત થયેલી જીરાવલા પાર્શ્વનાથની પ્રતિમા ત્યારપછી કોઇ કાળે દટાઈ ગયેલી તે ૧૮૮૯માં ત્યાંથી શેાધી બહાર કાઢીને વડાદરામાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલી, તે પ્રતિષ્ઠાપનાને વૃત્તાંત તે જ વર્ષમાં જૈન મુનિ દીવિજયજીએ દેશી ઢાળેામાં ઉતારેલા; એ વૃત્તાંત ઐતિહાસિક દૃષ્ટિએ મૂલ્યવાન હાઇને સંશોધકે આ પુસ્તકમાં જરૂરી નાંધે તથા ટિપ્પા સાથે ઉતાર્યો છે.
‘ગુજરાતમાં સંગીતનું પુનર્જીવન' (સં. પુરુષોત્તમ ગાંધી) : આ પુસ્તકમાં સંગીતશાસ્ત્રવિષયક લેખા, શિક્ષણુ તથા સંગીત વિશેના લેખો, કેટલાક જૂના સંગીતશાસ્ત્રીનાં જીવનવૃત્તાંત અને સંગીતશાસ્ત્રી ખરેએ ગુજરાતમાં આવીને સંગીતને આપેલું નવું જીવન ત્યાદ્રિ માહિતી સંગ્રહેલી છે. એટલે સંગીતશિક્ષણ તથા સંગીતના ઇતિહાસ વિશેનું આ એક મિશ્ર પુસ્તક બન્યું છે. સંગીતવિષયક ઐતિહાસિક લેખમાં એ વિષયના ઇતિહાસનું જ્ઞાન ટીકઠીક મળી રહે છે.
અર્વાચીન ઇતિહાસનું રેખાદર્શન-ભાગ ૩' (સં. હીરાલાલ ત્રિ. પારેખ) : રાજકીય ઇતિહાસથી તર એવાં ક્ષેત્રાના ઇતિહાસગ્રંથાની જે ત્રુટિ છે તે ત્રુટિનું નિવારણ કરવા માટે ઉપલબ્ધ લેખસામગ્રી આ નામ હેઠળના ત્રણ ગ્રંથામાં સંગ્રહેલી છે. કેળવણી, સમાજસુધારા, સ્ત્રીજીવન, રાજકારણ, સાહિત્ય ઇત્યાદિ ક્ષેત્રામાં ત્રીસ વર્ષમાં થયેલી પ્રગતિસૂચક મહત્ત્વની ઘટનાએની નોંધ આ ગ્રંથેામાં લેવાઈ છે. એકંદરે તે આ બધી કાચી માહિતી માત્ર છે. પરન્તુ સળંગ ઇતિહાસના લેખન માટે તે ખૂબ જ ઉપચેગી થાય તેવી છે.
હિંદુસ્તાન
‘પ્રાચીન ભારતવર્ધ’(ડૉ. ત્રિભુવનદાસ લહેરચંદ) : ઈ. સ. પૂર્વે ૯૦૦થી માંડીને ઈ. સ. ૧૦૦‘સુધીનાં એક હજાર વર્ષના ઇતિહાસ આ મેણ પાંચ ગ્રંથામાં લેખકે સંપૂર્ણ કર્યાં છે અને તે ૧૯૩૫ થી ૧૯૪૦ સુધીનાં સૂર્યની અંદર જ પ્રસિદ્ધ કર્યાં છે. પાંચ ગ્રંથનાં આશરે ૨૦૦ ઉપરાંત પૃષ્ઠ, પુષ્કળ આકૃતિઓ અને નકશા, પ્રાચીન રાજવંશેાનેા ઇતિહાસ અને તે કાળની ભૌગોલિક, સામાજિક તથા આર્થિક સ્થિતિના વૃત્તાંત એ બધું આ ગ્રંથ પાછળ લેવાયેલા શ્રમને મારી પેઠે ખ્યાલ આપે છે. આ ગ્રંથામાં લેખકની