________________
૯૪
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ કે. શાસ્ત્રી) : રાસમાળા, પ્રબંધચિંતામણિ અને એમ્બે ગેઝેટિયરમાંથી સાંપડતા ગુજરાતના ઇતિહાસની ઊણપો ટાળવા માટે આ બેઉ ગ્રંથા ઉપચેાગી બને છે. એ ઇતિહાસમાંની ઘણી વીગતાનાં નવાં મૂલ્યાંકન લેખકે કયાં છે અને તે માટે બસ્સો જેટલા ગ્રંથાના આધાર લને પુષ્કળ સંશાધન-પરિશીલન કર્યું છે. ગુજરાતના નવેસરથી લખાયેલા સળંગ પ્રતિ હાસની ઊણપ હજી મટી નથી, પરંતુ તે માટેની રાજપૂતકાળ પુરતી સુંદર પ્રાથમિક સામગ્રી તરીકે આ સંસ્થા મૂલ્યવાન બન્યા છે.
‘પુરાતન દક્ષિણ ગુજરાત' (મણિભાઈ દ્વિવેદી) : દક્ષિણ ગુજરાતના જૂના ઇતિહાસ પર પ્રકાશ પાડતા છૂટક લેખાના આ સંગ્રહ છે અને ગુજરાતના સળંગ ઇતિહાસના લેખન માટે આ પણ મૂલ્યવાન સામગ્રી છે. રાજકીય ઉપરાંત આર્થિક અને સામાજિક દષ્ટિએ પણ પેાતાના વિષય ઉપર લેખકે હીક પ્રકાશ પાડયો છે.
‘સરસ્વતી પુરાણ’ (કનૈયાલાલ ભાશંકર દ્વે) : આ તીર્થવર્ણનના ગ્રંથ મુખ્યત્વે અતિહાસિક અને ભૌગોલિક દૃષ્ટિએ જે અગત્ય દર્શાવે છે. તેને અનુરૂપ સંશોધન તથા પ્રાચીન લેખેથી સંશોધકે તેને સમૃદ્ધ કર્યો છે. બર્બરક, ચાવડા, કર્ણ, મીનળ, સિદ્ધરાજ અને સહસ્રલિંગના ઇતિહાસ આપવા ઉપરાંત સરસ્વતીને તીરે આવેલાં તીર્થસ્થાનોની પૌરાણક તથા ભૌગોલિક માહિતી આપી છે.
‘વાઘેલાઓનું ગૂજરાત’ (ભોગીલાલ જ. સાંડેસરા)માં વાધેલા વંશના રાજના સમયના ગુજરાતની રાજકીય અને બીજી માહિતી સાંસ્કૃતિક ષ્ટિએ તારવી આપવામાં આવી છે.
ગુજરાતના મુસલમાન-ભાગ ૧’(કરીમ મહમદ માસ્તર) : એ મુંબઇ ગેઝેટિયરમાંથી કરવામાં આવેલો અનુવાદ છે, જેમાં અનુવાદકની સંઘે અને પિરોશો એ વિશિષ્ટતા છે.
‘મહમુદ બેગડા’ (લાખંડવાલા) : એ ગુજરાતના સુલ્તાન મહમુદ બેગડાનાં પરાક્રમા તથા ઇતિહાસનું દર્શન કરાવનારું નાનું પુસ્તક છે.
ડર સંસ્થાનના કેટલાક પુરાતન અવશેષો' (પંઢરીનાથ ઈનામદાર): ગુજરાતિહાસલેખનમાં મદદગાર બને તેવી રીતે ઇડર સંસ્થાનમાંના ઐતિલક અવશેષોનું વર્ણન અને ચિત્રાની સમૃદ્ધિ તેમાં ભરેલી છે, -
‘હિમાંશુવિજયજીના લેખા’ (સં. મુનિ વિદ્યાવિજયજી) : સ્વ. જૈન મુનિ હિમાંશુવિજયજી ગુજરાતનાં ઐતિહાસિક સ્થાને અને અવશેષાના ઇંડા અભ્યાસી તથા સંશોધક હતા. એ સાહિત્યના વિદ્યાવ્યાસંગથી તેમણે છત