________________
પ્રકીર્ણ લેખસંગ્રહ
“ દુહ બેલિ આત્મા, સુણિ પરમાત્મા તાત; તઝ સમીપ ઈડાવીયું, માહ શુ અપરાધ. ઘરસુખ કાંઈ વિસારીયું, ભૂલવ્યો કાયાવનમાહિ; કેટલું કાલ વિડંબીયુ, શત્રુ કામાદિક હાથિ. એણિ વનિ લોભચી દવ બલિ, વિલસિ પારધી કાલ; માયા મુકી હરણિલી, માડીયૂ કર્મની જાલ. જાલ પડયુ હોઉ આકલુ, મહીયુ જીવ અચેત; પાછલી આગિલી સુધિ નહીં, નહીં. એહનિ આપણું ચેત.” “પરબ્રહ્મ પદ્મનાભ, પરશોતમ પિઢિ નહી એ અવિગત ગોવિંદ ચંદ્ર, સાર કરુ શ્રીપતિ ધણીએ. ચત્રભજ સામવર્ણ, સારંગધર સોહામણે એ; અનિ રૂઅડલો વૈકુંઠનાથ, દુકીત હરણ દામોદરૂ એ. • નિરંજન નિરાકારિ, નિકલંક પુરુષ આરાહીઈએ; ગાઈઈ દ્વારિકેરાયુ, સામલવ સોહામણે એ. સદા વૈષ્ણવ ભનિ ઉછાહ, આનંદ અંગિ ઉલટિ એક
ભલિઆયિક પરબ્રહ્મરાય, પીંડારા માહિ પરવયુ એ.” અનેક જુગ વિત્યારે, પંથે ચાલતાં રે; તોયે અંતર રહ્યા રે લગાર– પ્રભુજી છે પાસે રે, હરી નથી વેગળા રે; આડડોને પડ્યો છે કાર–અનેક. દીનકર રૂંધ્યો છે, જેમ કાંઈ વાદળે રે; થયું અજવાળું મટયો અંધકાર– વાદળુંને મટયું રે, લાગ્યું જેમ દીસવા રે; ભાનુ કાંઈ દેખાય તેવાર–અનેક. લોકડીયાની લાજ રે, બાઈ મેં તે નાણું રે; મહેલી કાંઈ કુળતણી વળી લાજ – જાદવાને માથે રે, છેડે લઈ નાખીયે રે; તારે પ્રભુવર પામી છે આજ.-અનેક. નાવને સ્વરૂપે રે, બાઈ એનું નામ છે રે; માલમી છે વળી સરજનહારનરસઈઆને સ્વામી રે, જે કઈ અનુભવે રે; તે તારી ઉતારે ભવપાર–અનેક.
૩. “ઘણાંએક નાના પ્રકરણોને સદ્ગહ એ એક વૈષ્ણવ ગ્રંથ છે તેમાંથી ઉપલા ત્રણ કકડા લીધા છે-કઈ કઈ પ્રકરણમાં પદ્મનાભ એમ લખ્યું છે તે ઉપરથી તે નામવાળો કોઈ તેનો કર્તા હશે– વિષયને ભાષા જોતાં તે ગ્રન્થ ૧૫–૧૬ સૈકામાં રચાયે હોય એમ લાગે છે-(પ્રત ૧૭૧૫ ની માંથી). ૪. નરસૈ મેતાની કવીતા તેનાજ કાળની ભાષામાં મળવી દુર્લભ છે.
૪૫