________________
પ્રસ્તાવના
એક મિત્રે સૂચના કરી કે “ગ્રંથ અને ગ્રંથકાર” ની વિષય મર્યાદા વિસ્તારી, મરાઠીમાં પ્રસિદ્ધ થતા “મહારાષ્ટ્ર સાંવત્સરિક ” જેવું તેને એક સર્વદેશી રેફરન્સ પુસ્તક કરવામાં આવે. તે સૂચનામાં અવ્યવહારૂ કશું નથી. એવા સર્વ દેશી રેફરન્સ પુસ્તકની ગુજરાતીમાં જરૂર છે, એ વિષે ભાગ્યેજ મતભેદ સંભવે; અને એ ઉણપ આપણે મેડીવહેલી પૂરી પાડવી પડશે; કદાચ તે કામ ઉપાડી લેતાં વિલંબ થાય, પણ તે પૂર્વે “ગુજરાત સર્વ સંગ્રહ” તે અવશ્ય વેળાસર જ જોઈએ, જેમાંથી ગુજરાત વિષે સર્વ સામાન્ય અને જરૂરી માહિતી તુરત સુલભ થાય.
ઉપરોક્ત સર્વદેશી રેફરન્સ પુસ્તક તૈયાર કરવામાં કેટલીક વ્યવહાર મુશ્કેલીઓ રહેલી છે, તે આપણે વિસરવી જોઈએ નહિ.
પ્રથમ તે કાર્ય મહેતું ખચૉળ છે, તે સિવાય તે સારૂ કાયમી સ્ટાફ રોકવો જોઈએ.
- બીજાં તે પુસ્તકને સારો અને એકસરખે ઉપાડ થશે કે કેમ એ પણ એક વિચારણિય પ્રશ્ન છે.
મહારાષ્ટ્ર સાંવત્સરિકને ટિળક ટ્રસ્ટ ફંડની સહાયતા હતી, તેમ છતાં એ પ્રવૃત્તિ હાલમાં બંધ પડેલી છે; અને આથિક દૃષ્ટિએ તે ફતેહમંદ નિવડી નથી, એવી મારી માહિતી છે.
વળી અંગ્રેજીમાં રેફરન્સનાં સાધને એટલાં વિપુલ અને વિવિધ પ્રકારનાં મળી આવે છે કે સ્વભાષામાં એ જાતનાં પ્રકાશનને પુરતું ઉત્તેજન મળે કે કેમ એ પણ એક મુંઝવતો પ્રશ્ન છે.
તે પુસ્તક પ્રતિ વર્ષ બહાર પડે, તેમાં ચાલુ સુધારાવધારા થતા રહી, તે અપટુડેટ અને નવીનતાભર્યું રહે એ વિસરાવું જોઈએ નહિ.
અત્યારના સંજોગોમાં, બીજા કોઈ કારણસર નહિ તે, આર્થિક દૃષ્ટિએ તે કામ કઠિન છે.
ગ્રંથ અને ગ્રંથકારનું પ્રકાશન સાઈટીએ ગુજરાતી ભાષા સાહિત્ય અને ગુજરાતી ગ્રંથકાર વિષે માહિતી મેળવવામાં જે મુશ્કેલીઓ પડતી, તે દૂર કરવા અને બને તેટલી હકીકત એક સ્થળે સંગ્રહીત, સહેલાઈથી મળી શકે, એ એક આશયથી, આરંભળ્યું હતું.