________________
૧૯૩૫ની કવિતા
*
*
છે કે
૧૦
જેવું પેલું શિશુ નજરમાં આવ્યું ત્યાં એક નારી દોડી પહોંચી હરિ સરખી, બોલતી “બાળ મહારી !”
લાડિલી રે ! ગઈ કહીં હતી એકલી માત છેડી ? ના, ના, હાવાં નહિં તળું કદી પ્રાણની તું જ દોરી !” ચાંપી છાતીસરસી, નયને અશ્રની ધાર ચાલી, ચૂમીઓથી બહુજ મુંઝવી બાળકીને સુંવાળી. ઘેલી માતા વિસરી ગઈ એ ન્યાયને મંદિર છે; ભાને ભૂલી ચમકી ગઈ જ્યાં જોયું બાળ લે છે.
ના, ના, આપું નહિં કદી હવે બાળુડું પ્રાણુ મહારું!” લીધું હૈયે, ઝપટભરથી છેડલા માંહી ઢાંક્યું. ત્યાં તો પૂછે, “સરલ ભગિની ! બાળ આ છે તમારું ? લાવે ત્યારે, શપથ લઇને સૌ પુરાવા હું માનું.” ન્યાયાધીશે વચન વદતાં હાવરી આંખ ફાડી, જૂઓ માતા ભયભીત બની આસપાસે બિચારી ! શું પૂછયું તે સમજ ન પડી, થાય તે શું ન સૂઝે; હીતી હતી, નયન ગળતાં અશ્રુને દીન પૂછેઃ
| ( શિખરિણું ) “પુરાવો હું આપું? નિજ શિશુ તણું હું જ જનની! કહો આ શું બાપુ ! સમજ ન પડે આપ મનની ! નથી આ શું હારી ? હું જ અહીં; પુરાવો ન બસ છે?” વહે અશ્રુધારા, હદય રસ વાત્સલ્ય છલકે !
( મન્દાક્રાન્તા ) મૂંગી મૂંગી રડી રહી, વિચારે તહીં માત ભેળીઃ જાશે પાછી બહુ શ્રમ કરી જે અહોરાત્ર ખોળી ! “ભાઈ, સૂણો દસ દિવસથી બાળને રાજ શોધું નિદ્રા અને નવ લીધું સુખે, જ્યારથી બાળ ખોયું. જાણે શું કે, જનનીહદયે શી વ્યથા થાય જ્યારે, હૈયા જેવું નિજ શિશુ કહીં આમ ખવાય ત્યારે.” “હારું વહાલું?” હૃદયસરનું ચાંપતી બાળ ચારૂ, રોતી રોતી, શિશુ નથી બીજા કે'નું? કહે, “એજ મહારું !'
૫૧
૨૦
૨૫