________________
(શરદ)
ફર
૧૯૩૫ની કવિતા
વિનાશ
ઉભાં સરલ શાંત સૌ: સમૂહ માંહિતાલિ તરું સહેાદર છતાં ગ્રહી અટલ છેક એકાકિતા. વ્યથા પ્રકૃતિની કદી ઉલટી ધાર તાફાનમાં ભરે ગગનકંદરા, વિવશ કંપની ચેદિશા, ભમે ભ્રમિત મેત્ર તે સમસમી મે વાયુ જ્યાં ભીના તિમિરમાં સુતું જગત સર્વ આતું. ઉદાસીન નહિ છતાં શિર સદૈવ ઉત્તુંગથી ઉભાં તરુગણા બધાં વિરલ ધીર સ્વાતંત્ર્યથી.
સ્થિતિ જનપદે જુદી.
અમે મનુજના અધાં રૂઢિમઢેલ સંબંધમાં લપાઇ જીવતાંઃ સદા શિથિલ સ્વાસ્થ્યને ઝંખતાં.
અશાંતિ કદી ક્રાંતિની નગરમાં ઉડે વાયકા જળાવી અસૂયા, ભીતિ, પ્રબલ ક્રેષ અન્યોન્યમાં ઉઠે કમકમી જનાઃ જીવિત–લક્ષણ ચૂક્યાં ભુલે સરવ ભાનને “નિજ” મહિં થતાં મગ્ન જ્યાં મચે રુધિર જંગ તે વિકલ ચિત્યથી ઘૂમતાં હણે અવર પ્રાણને સહુજ ખાકમાં શામતાં.
રવિશંકર
ઝરુખાની બત્તી
ઝરુખાની ખત્તી પ્રગટ થઇને દ્વાર ઉઘડયું, પહેરેલાં ઝીણાં, જરકશી, ગુલાબી ગવનમાં; રૂપાળું, રંગેલા અધરભરિયું મુખ મલક્યું.
જા આછી આછી સ્વરહેલક હેલે ચડી ગઇ, બિડાયેલાં એનાં નયન ચમક્યાં, નૃત્ય પ્રગટયું, પછી વાચા દીધી ફરતી લટાએ પવનને; નવાં કેસુડાંની હસતી પ્રતિભા એ‰યપે છવાઈને જાણે પુરુષપગલાંને ચુમી રહી.
૨૪૯