________________
૧૯૩૫ની કવિતા
ડાક્ષરના ફૂલને
તને ચાહ્યું છે. મેં શિશુહૃદય કેરાં સ્મિત મહીં; ઉનાળાની સાંજે નિતનિત લયાવું ઘર મહીં અને પાણીયારે તુજ મૃદુ પડાને પરહરું; સવારે તારા એ વિવશ વધુને દેવચરણે ધરાવે ખા, હાંશે પછી પ્રભુપ્રસાદી સમજતાં ધરું કઠે એ તુજ મધુર માળા-સ્વરૂપને.
યુવાનીમાં જ્યારે—
છતાં =
ઉનાળાની લાંબી–ક્ષણુસમ–રજાએ મલપતી પધારે ત્યારે આ ઘર તરફ મારા પગ વળેઃ અને ત્યાં પત્નીની હૃદયસુખવાંછા છિપવવા લયાવું સાંજે હું નિતનિત તને, હાંશ ઉરની ધરી વેણી ગ્રંથું મુજ પ્રિયતમાના અલકમાં, તુઢ્ઢાનામાં પાછાં, મનભર છલે જે રજનીમાં, વિખાતાં વેણી તું અલક લટથી ભિન્ન બનતું, પથારીમાં મૂંગુ વિવશ ચિમળાતું, અમ ઉરે તમા ના કે તેની, દિલભર અમે મસ્ત રહીએ, અમારા ના તવ સુરતીધેને મધમધે;
વિસારી રીૢ વ્હાલા! તુજ હૃદયની એ વિષમતા ! હવે વૃદ્ધાવસ્થા, હૃદય ધરતીનાં રજકણે મળી જાવા ઝ ંખે, નહિ જ ગમતું હૈ... નયનને;
ઉનાળામાં પાછીઃ
ત્યજાતી પૌથી તરુવરતણી શીતળ ઘટા, ઝળઝળ ખળે અંતર દિશા,
તહાં તારી પેલી પરંતુ આશા
સુરભિ વિહરે ઉષ્ણ અનિલે, રહી નઉર સત્કાર કરવા.
૨૩૭