________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
સ્વ. બહેનને
(મિશ્ર) નિર્દોષ ને નિર્મળ આંખ તારી, હતી હજી યૌવનની અજાણી, કીધે હજી સાસરવાસ કાલે– શંગાર પૂરો કરીઓ ચિતા મહીં. કુંળી હજી દેહલતા ન પાંગરી, કિશોર ભાવે ઉર આ વરેલું, પહેરી રહે જીવનચુંદડી જરા, સરી પડી હાથ મહીંથી ચુંદડી. સંસારના સાગરને કિનારે ઊભી અહીં અંજલિ એક લીધી, ખારું મીઠું એ સમજી શકે ત્યાં, સરી પડો પાય સમુદ્રની માંહી.
શિશિર આવે ક્રર કાળ આવે, રે પુષ્પ કૂળાં દવમાં પ્રજાળ, એ પુષ્પથી યે તુજ દેહ – વસંતની ફૂલ મહીં વિરામતા. વસંત જે પ્રાણ પ્રકાશ પૂરતી, વસંત તે શું જીવલેણ નિવડી! સ્મૃતિ કદી વિસ્મૃતિમાં ભલે ફરે કુટુંબની તે નવમંજરી ગઈ.
હરિશ્ચંદ્ર ભટ્ટ
( પ્રસ્થાન)
૨૩૬