SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. વૈદ્ય પંચાનન જટાશંકર લીલાધર ત્રિવેદી દ્રઢપણે માનતા અને એ ત્રણેની સ્થાપના માટે તેમણે તેમની જીંદગી પર્યત નાંણાં માટે ખંતથી અને નિસ્પૃહપણે પ્રયત્નો કરેલા; પરંતુ મુડીવાદીઓની આયુર્વેદ પ્રત્યે ઉદાસિનતા અને વૈદ્યરાજના આવા કાર્ય માટે તેમને દબાવીને નહિં કહેવાના અતિ નિસ્પૃહી સ્વભાવને લીધે આરોગ્યભૂવન અને પાઠશાળા ઈત્યાદ કાર્યો પાર પડી શક્યાં નહિં, તે પણ પિતાથી બનતો પ્રયત્ન કરીને નવા યુવાનોને પગાર આપીને પણ તૈયાર કરવાને સ્વર્ગસ્થ કેટલાક યુવાનને પાસે રાખ્યા હતા, જેમાંના કેટલાક અત્યારે પિતાને સ્વતંત્ર ધંધો ઘણી સારી રીતે ચલાવે છે. વધુ સારા વૈદ્ય અને વ્યવહારૂ શિક્ષણ માટે તેમણે એક નાની યોજના ઉભી કરી હતી કે જેમાં દરદીઓને રાખીને તથા તેની સાથે શિક્ષણ શાળા સ્થાપીને વૈદ્યક ધંધાનું વ્યવહારૂ અને શાસ્ત્રીય શિક્ષણ આપી શકાય. આ કાર્ય માટે મકાને, સાહિત્યની જરૂર હતી જે માટે જાહેર પ્રજા પાસેથી તેમણે ઓછામાં ઓછા રૂ. ૧ લાખની માગણી કરી હતી, પરંતુ તે અરસામાં તેમની તબીયત લથડવા માંડી જેથી તે યોજના પણ અધુરી મૂકવી પડી. - ત્રીજો ઉપાય રસશાળાનો રહ્યો. આ કાર્ય તે તેમના હાથથીજ ચાલતું હતું. તેઓ જ્યારે અમદાવાદ પ્રથમ નિમાયા, અને મહાત્મા ભટ્ટજીએ જ્યારે તેમને સ્વતંત્ર રીતે કામ કરવા આજ્ઞા આપી ત્યારે થોડાક સમયમાં તેમણે રસશાળાને મોટા પાયા ઉપર લઈ જવા માટે ૧ લાખની જનાવાળી લીમીટેડ કંપની કરવાનું ઠરાવ્યું. પરંતુ કેટલાક ગૃહસ્થ શુભેછકેની તે કામમાં સલાહ નહિં મળવાથી તુરત માટે તે યોજના પડતી મુકેલી પણ પાછળથી રૂ. ૬ લાખની યોજનાવાળી લીમીટેડ કંપની ઉભી કરી અને તેના શેરે ભરાયેલા પણ ખરા; પરંતુ દૈવની ઈચ્છાને કોઈ જાણી શકતું નથી તે મુજબ વૈદ્યરાજની તબીયતમાં અચાનક ફેરફાર થવાથી તેઓને તે કાર્ય પડતું મુકવાની કુદરતી ફરજ પડી આ રીતે તે યોજના પણ સફળ થઈ નહિ અને ભરાયેલા શેરનાં નાણાં પાછાં મેકલી આપ્યાં. આયુર્વેદના ઉદ્ધાર માટે વિશ્વ સમેલને અને પ્રદર્શને ભરાય છે. તેમની વ્યવસ્થા વિષે વૈદ્યરાજને વારંવાર તીર્ણ ટીકાઓ કરવી પડી છે, અને તેથી કેટલાકની ઈતરાજી પણ વહેરી લેવી પડી હતી પણ દરદને ટાળવાને જેમ કડવી દવાની કે સન્ત પરહેજીની જેટલી જરૂર છે તેટલી જ જરૂર આ સમેલને અને પ્રદર્શનને ફતેહમંદ અને કાર્યસાધક ઉતારવાને
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy