SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ દવા કાયમ સ્ટોકમાં રાખવામાં આવતી, અને તે બગડે નહિં તે માટે તેને જાળવવા માટે બહુજ કાળજીપૂર્વકનાં સાહિત્યા માટા ખરચે વસાવ્યાં હતાં. સ્વ. વૈદ્યરાજ જટાશંકર દર્દીએ સાથે એટલા માયાળુપણે વતા અને ધીરજ આપતા હતા કે તેમના સમાગમમાં આવેલા હરકાઈ દરદી સંપૂર્ણ સંતોષ પામતા હતા. અહારગામ ખેલાવવામાં આવે તે અનેક કાર્યો પડતાં મુકીને દિવસે કે રાત્રે ચાલી નીકળતા હતા અને મહાભા ઝંડુ ભટ્ટજીની પેઠે પૈસાની કાળજી કરતાં દર્દી સારા થાય તેની કાળજી રાખતા હતા. ભયંકર દરાવાળા દરદીની પથારી પાસે તે કલાકોના કલાકા સુધી બેસતા હતા એટલુંજ નહિં પણ રાત્રે ઉઠીને પણ દર્દીની હાલત તપાસતા હતા. મહાત્મા ઝંડુભટ્ટજીની માફક માત્ર નિર્ભય અને શાસ્ત્રીય દવાઓ જ વાપરતા હતા. જ્ઞાનતંતુઓને બહેકાવી મુકનારી કે શક્તિની જલદ દવાઓના કદ પણ ઉપયાગ કરતા નહાતા પણ શક્તિની ટાનિક-દવાઓની જાળમાં સીને તન, મન અને ધનની ખુવારી કરનારાએને પેાતાના લેખા દ્વારા સદ્પદેશ આપતા હતા, શક્તિની દવાઓની જાહેરખખરા સામે તેમને સખ્ત અણગમા હતા અને તેથી વારંવાર માસિકમાં અને વર્તમાનપત્રામાં ઘણીજ કડક કલમ ચલાવેલી હતી. દવા સાથે પથ્યાપથ્ય ઉપર તે ધણું વજન આપતા અને તે બાબતમાં દરદીની સાથે બહુજ ખુલ્લા દિલથી ચર્ચા કરતા. કુદરતી ઉપાયેાથી મટી શકે તેવાં દરોમાં તેએ દવાના ઉપયાગ ન કરતાં દરદીને નિયમમાં રાખી વગર દવાએજ સારા કરવાની કોશીષ કરતા; અને બધા દરદીને કુદરતના કાયદાનું પાલન કરીનેજ આરેાગ્ય રહેવાના ઉપદેશ હંમેશાં આપતા. મહાત્મા ઝંડુ ભટ્ટજીની પ્રેરણા, ઉદ્દેશ અને ઉપદેશ લક્ષમાં રાખીને, અનેક સંકટા વેઠી, કેવળ કર્તવ્ય બુદ્ધિથી ધૈય રાખી, તન, મન, ધનના ભોગ આપીને દ્રવ્ય એકઠું નહિં કરતાં જે કાંઈ અર્થ પ્રાપ્તિ થતી તે ધંધામાંજ રાકતા હતા. દરદીઓને આરાગ્યભૂવનમાં પાસે રાખી તેમની સારવાર તથાઔષધ યેાજના, આયુર્વેદના પદ્ધતિસર અને અનુભવપૂર્વક અભ્યાસ ઉપલા આરોગ્ય ભૂવનમાં કરીને વૈદ્યા તૈયાર કરવા માટે પાઠશાળા, અને દેશી ઔષદ્યા તો મોટા પ્રમાણમાં પ્રજામાં પ્રચાર કરવા અર્થે માટી મુડીવાળા રસશાળા, આ ત્રણ સાધતેથી આયુર્વેદની ઉન્નત્તિ અથવા સેવા થઈ શકે તેમ તેએ ૨૧૨
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy