________________
સ્વ. વૈદ્ય પંચાનન જટાશંકર લીલાધર ત્રિવેદી
આજુબાજુને ખ્યાલ રહે, લખાણ કાર્યમાં તેઓ અઢાર કલાકથી પણ વધારે સમય લેતા. પિતાનાં માસિકો અને પુસ્તક ઉપરાંત વર્તમાન પત્રોમાં પણ વારંવાર લેખો લખી મોકલતા. આ દરેક કામને પહોંચી વળવા માટે તેમને સખ્ત પરિશ્રમ કરવો પડતો હતે. શરીર સંરક્ષણ અને આ રેગ્ય સબંધી જ્ઞાનના પ્રચાર અર્થે તેમણે ઘણું લેકેપગી વૈવકગ્રંથ લખી બહાર પાડવાં છે (૧) આરોગ્ય રહેવાના ઉપાય. (૨) બ્રહ્મચર્ય, (૩) ઘરવૈદુ, (૪) બાળલગ્ન, (૫) જીજકર કલ્પતરુ. (૬) ધાત્રી શિક્ષા, (૭) સારીસંતતિ. (૮) રેગી પરિચર્યા, (૯) ગરીબેન વૈદ્ય, (૧૦) નિર્બળતા, (૧૧) ખાનપાન અને નાના નાના નિબંધે વિગેરે. બીજું પણ ઘણાં પુસ્તકે ભેટ તરીકે અપાયેલા અન્ય વિદ્વાન લેખકે પાસે લખાવી પ્રગટ કરેલાં છે.
ગુજરાત આર્ય ઔષધશાળા”ની સ્થાપના થયા પછી થે વખત તેમાં વપરાતી બધી દવાઓ જામનગરથી જ આવતી પણ પછી જેમ જરૂર જણાઈ તેમ તેમ દવાઓ પોતે જાતે બનાવવા માંડી. શરૂઆતમાં દવાઓ બનાવવાનું, ખાંડવાનું, ગોળીઓ વાળવાનું તથા દવાઓ પિક કરવાનું કામ ઘરનાં માણસેએ હાથોહાથ કરવા માંડ્યું; પણ બહાર ગામથી દવાઓની માગણી વધવા માંડી અને તેને પહોંચી વળવા માટે જ ગુજરાત ઔષધશાળાને ગુજરાત-આયુર્વેદિક ફાર્મસી ના રુપમાં ફેરવી નાખી. અને દવાઓ મોટા જથ્થામાં તૈયાર કરવાને માણસો તથા મજુર રાખ્યા, અને તેને માટે અમદાવાદ શહેરથી દૂર નદીને સામે કાંઠે કોચરબ પાલડી પાસે વિશાળ જમીનની ખરીદી કરી, ત્યાં કારખાનું, ફાર્મસીની ઓફીસ અને રહેવાનું રાખ્યું. ધીમે ધીમે દવાઓની માગણી એટલી બધી વધી પડી કે તેને પહોંચી વળવા માટે કારખાનામાં યાંત્રિકબળ (એન) વિગેરે સાધનોની મદદની જરૂર પડી અને થોડા વખત પહેલાં એક નાની રસશાળાની દુકાન કે જે પિતાનું ખર્ચ માંડમાંડ ઉપાડી શકતી હતી, તેમાંથી આખા દેશમાં પોતાની દવાને ફેલાવો કરનાર એક સ્વતંત્ર કારખાનું થયું. વિશાળ જમીન, ભવ્ય બંગલો, દવાના મોટા સંગ્રહ માટે બંગલા નીચે બનાવેલું સુંદર ભેય, સંચાઓથી ચાલતું કારખાનું તથા છાપખાનું જોતાં એક માણસ પોતાના ઉદ્યોગથી ધીમે ધીમે કેવી ઉન્નતિ કરી શકે છે તેને ખ્યાલ સહેજે આવે. આ અરસામાં દવાઓ સામટા જથ્થામાં બનાવી રાખવી પડતી હતી. આશરે એંસીહજારની
૨૧