________________
-
ગ્રંથ અને ગ્રંથકાર ૫. ૭
નથી. જે કાંઈ મુશ્કેલી અગર જરૂરનું છે તે સંગઠ્ઠન છે; વિદ્વાનો અને સાહિત્ય સંસ્થાઓને સહકાર અને સાથનું; તેના અભાવે એ કાર્ય બેરંભે પડેલું છે.
દી. બા. કૃષ્ણલાલભાઈ તે સારું એક સ્વતંત્ર કોશ મંડળની સૂચના કરે છે તે વ્યવહારૂ અને વાજબી છે. મુંબઈ યુનિવરસિટિએ એ વિષયને અભ્યાસક્રમમાં સ્થાન આપેલું છે અને તે કાર્યમાં આપણે તેને સહકાર જરૂર મેળવી શકીએ; એ કોશના સલાહકાર મંડળમાં યુનિવરસિટિને એક પ્રતિનિધિ નિમાય તે ઇચ્છવાયોગ્ય છે. એ કાર્ય સાહિત્ય પરિષદનું એક ધ્યેય હેવું જોઈએ, અને સાહિત્ય સંસદુ, શ્રી ફોર્બસ સભા અને ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તે કાર્યમાં જોડાવાની ના પાડી શકશે નહિ. ગુજરાત વિદ્યાપીઠે સાર્થ જોડણીકોશ મેજીને ન ચીલે પાડેલો છે અને નવું સ્થપાયેલું ગુજરાતી ઇન્સ્ટીટયુટ એ કાર્યમાં સક્રિય ફાળો આપશે એમ આપણે માની લઈશું. તે સિવાય દેશી રાજ્યોમાં વડોદરા રાજ્યની સાહિત્ય સેવા જાણતી અને ઉંચી કોટિની છે; શ્રી ગંડળનરેશ ભગવતસિંહજી એક સારો અને સંપૂર્ણ ગુજરાતી કેશ જવાને અભિલાષ ધરાવે છે અને ભાવનગર રાય, જે સાહિત્યકારોની કદર કરતું આવેલું છે તે સર પ્રભાશંકર પટ્ટણની દોરવણીથી યોગ્ય ફાળે જરૂર આપે.
ગુજરાતી દેશની પ્રવૃત્તિ હેટા પાયા ઉપર ઉપાડવાને, આ પ્રમાણે ભૂમિકા, તૈયાર માલુમ પડશે; ફક્ત તે માટે કેઇએ આગેવાની લેવી જોઈએ; અને તે સારું સાહિત્ય પરિષદ સર્વ રીતે યોગ્ય સંસ્થા છે. તે એ કાર્ય શરૂ કરે તો તેને પ્રાંતની જૂદી જૂદી સાહિત્ય અને કેળવણી વિષયક સંસ્થાઓની મદદ જરૂર મળે, એ વિષે શંકા રાખવાનું કોઈ કારણ નથી.
તે સારું ફંડ એકઠું કરવા સાહિત્ય પરિષદ યોગ્ય લાગે તે જાહેર અપીલ કરે અથવા તે એક લાખ રૂપિયાની મૂડીવાળી, મર્યાદિત જવાબદારીની એક મંડળી કાઢે, જેને શેર રૂ. દશને હોય, તે શેરહોલ્ડરને દેશની નકલ તે રકમ પૂરતી વિના મૂલ્ય મળે.
અન્ય પ્રાંતમાં એ પ્રમાણે વ્યવસ્થા થયેલી છે, અને તે યોજના ફતેહમંદ નિવડેલી છે; આપણે અહિં તે પેજના અમલમાં મૂકવા મૂશ્કેલી નહિ નડે એવું માનવું છે.