________________
ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ અર્થે મુદતબંધી કાર્યક્રમ
તે કોશના સંપાદન કાર્યમાં નિષ્ણાતને રોકવામાં આવશે, પણ તેની સાથે એક સલાહકાર સમિતિ નિજવામાં આવે, તેમાં જુદી જુદી સાહિત્ય અને કેળવણી વિષયક સંસ્થાઓના પ્રતિનિધિઓ નિમવામાં આવે; તે એ કાર્યમાં ઘણું રીતે મદદગાર થઈ પડશે.
વધુમાં જે યોજના ઘડવામાં આવે તેમાં એક કલમ એવી ઉમેરવામાં આવે કે તે કોશનું કામ, મુકરર સમયમાં, પૂરું કરવા તજવીજ થાય.
ગુજરાતી કોશ સારું આવી એકાદ યોજના હાથ ધરવામાં આવે, જે આપણા ભાષા સાહિત્યની એક ખોટ પૂરી પાડશે અને તે વિષયના નિષ્ણતોના હસ્તે, એ વિષયમાં હિત ધરાવતા, જૂદા જૂદા પ્રતિનિધિઓના બનેલા સલાહકાર મંડળની દેખરેખ નીચે, સંપાદિત થઈ તે કેશ પ્રમાણભૂત અને સર્વમાન્ય નિવડશે એવી આશા પડે છે. *
કેશની પેઠે ભાષાનું જ્ઞાન મેળવવા અને તેને અભ્યાસ કરવા વ્યાકરણ ગ્રંથ પણ એટલા જ મહત્વનું છે. તેના નિયમ અને સિદ્ધાંત જાણેથી, ભાષા પર સારો કાબુ આવે છે, અને તે વડે લેખન શુદ્ધ થવા પામે છે અને તેમાંના દોષ પારખી શકાય છે. વળી ભાષાનો વિકાસ સમજવા તે જ્ઞાન બહુ મદદગાર થઈ પડે છે.
સને ૧૮૬૭ માં સાઈટીની સૂચનાથી રેવરંડ જોસફ ઑન ટેલરે એક હોટું, ગુજરાતી વ્યાકરણ, વૃજલાલ શાસ્ત્રીની મદદ લઈને, રચ્યું હતું; અને લાંબા સમય સુધી એજ પાઠ્ય પુસ્તક તરીકે વંચાતું. પણ પછીથી ગુજરાતીને અભ્યાસ વધતાં અને શાળા પાઠશાળામાં એ વિષયને સ્થાન અપાતાં એક શાસ્ત્રશુદ્ધ અને સંપૂર્ણ વ્યાકરણની ખોટ નડવા લાગી અને તે મુશ્કેલી દૂર કરવા એ વિષયના નિષ્ણાત, એક સમર્થ વૈયાકરણ રા. બા. કમળાશંકર ત્રિવેદીએ બહદ વ્યાકરણ લખ્યું, તે હાલમાં યુનિવરસિટિના અભ્યાસક્રમમાં નિયત થાય છે.
પરંતુ એ બંને-ટેલર અને કમળાશંકરનાં–વ્યાકરણને સામાન્ય દોષ એ માલુમ પડે છે કે તેની રચના અને વ્યવસ્થા, જાણે કે ગુજરાતી સંસ્કૃત
• બીજા કેશો, જેવા કે પારિભાષિક કોશ, પૌરાણિક કથા કોશ, પર્યાય શબ્દ કેશ, રૂઢિપ્રયોગ કોશ, ભૌલિક કોશ વગેરેની માગણે છે જ; પણ એ પ્રશ્ન અન્ય કોઈ પ્રસંગે ચર્ચીશું.