________________
ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ અર્થે મુદતબંધી કાય ક્રમ
ખીલે અને સમૃદ્ધ થવા પામે અને એ સાહિત્ય જગતભરના સાહિત્યમાં માનભર્યું સ્થાન મેળવવા શક્તિમાન થાય એમ આપણે જરૂર ઈચ્છીશું.
અને આપણી એ ઈચ્છા અસ્થાને નથી. આવતે વર્ષે હિન્દી પ્રજાને પ્રાંતિક સ્વરાજ્ય બક્ષવામાં આવનારૂં છે; સ્થાનિક સ્વરાજ્યની બક્ષિસ પછી પચાસે કે વધુ વર્ષે એ હકની પ્રાપ્તિ થાય છે.
તાજેતરમાં સિંધને મુંબઈ ઈલાકામાંથી જુદું પાડવામાં આવ્યું છે; અને એવી રીતે, વ્યવસ્થા ખાતર ઇલાકાના ભાષાવાર વિભાગો પાડવામાં આવે, જેમકે ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્નાટક અને એ વિભાગ મુજબ જુદી જુદી ભાષાવાર યુનિવરસિટિ, જે સારું માગણી છે, તે સ્થાપવામાં આવે તો આપણે અજાયબ થઈશું નહિ. અને એવી વિભાગવાર યુનિવરસિટિઓ અસ્તિમાં આવે તો કેટલીક મુશ્કેલીઓ યુનિવરસિટિ અભ્યાસક્રમમાં નડે છે તે આપોઆપ દૂર થવા પામશે.
પરંતુ એ સ્થિતિ પ્રાપ્ત કરવા સારું આપણે કેટલીક પૂર્વતૈયારી કરવી પડશે તેમ તે માગણીને સંતોષી શકાય એવી રીતે સર્વસાધન સામગ્રીથી આપણે સજજ અને તૈયાર હોવું જોઈશે.
વાસ્તે અત્યારની સ્થિતિ અને સંજોગો પૂરા લક્ષમાં લઈ, અને વિચારી, આપણું ભાષા સાહિત્યમાં જે ઉણપ અને ખામી માલુમ પડે છે તે દૂર કરવા અને પૂરી પાડવા આપણે કટિબદ્ધ થઈ, તે સારૂ એક નિજિત અને મુદતબંધી કાર્યક્રમ યોજવો એ આવશ્યક લાગે છે.
તેને પહોંચી વળવા આપણે પ્રાંતમાં સારા નસીબે, સાહિત્યને જ પ્રધાન સ્થાન આપતી કેટલીક સાર્વજનિક સંસ્થાઓ પ્રવૃત્ત છે, તેમાં ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી, શ્રી. ફાર્બસ ગુજરાતી સભા, ગુજરાત સાહિત્ય પરિષદ અને સાહિત્ય સંસદ અગ્રસ્થાન લે છે; તેમજ નવજીવન કાર્યાલય, ગુજરાતી પ્રેસ, વડોદરા રાજ્ય ભાષાંતર ખાતું, પુસ્તકાલય સહાયક સહકારી મંડળ, પ્રસ્થાન કાર્યાલય, દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, કુમાર કાર્યાલય, ગાંડિવ મંદિર વગેરેની પ્રવૃત્તિ આપણું સાહિત્ય અને સંસ્કૃતિને પષનારી છે, અને તે દરેકનાં કાર્યની કાંઈ ને કાંઈ ખૂબી કે વિશિષ્ટતા હોય છે. હમણુંજ શ્રીયુત કનૈયાલાલ મુનશીની પ્રેરણા અને પ્રોત્સાહનથી સેન્ટ ઝેવિયર્સ કોલેજ ગુજરાતી ઇન્સ્ટીટયુટ નિકળ્યું છે, તેને ઉદેશ ગુજરાતી ભાષા અને સાહિત્યને પદ્ધતિસર અને ઐતિહાસિક રીતે અભ્યાસ અને સંશોધન કરવાનો છે.