________________
ગ્રંથ અને ગ્રંથકારે પુ. ૭
એ ઉદ્દેશથી યુનિવરસિટિની એમ. એ; ની પરીક્ષામાં દેશી ભાષાના વિષયને સ્થાન અપાવવા તેઓ શક્તિમાન થયા હતા; પણ તે ઠરાવ એકરીતે પ્રશંસાપાત્ર હતા, પણ તે વસ્તુતઃ દ્રાવિડી પ્રાણાયામ સમાન હતા.
માતૃભાષાને બદલે શિક્ષણના વાહન તરીકે અંગ્રેજીને પસંદ કરી જેવી ગંભીર ભૂલ કરવામાં આવી હતી તેવી રીતે હાઈસ્કુલના નીચલા ધારણમાંથી માતૃભાષાને વિષય દાખલ કરવાને બદલે, છેક છેવટની અને એકજ પરીક્ષા માટે તેને સ્થાન અપાયું એ નિર્ણય ડાહ્યો તેમ વ્યાજબી નહતો. વિદ્યાર્થીઓમાં થોડાક જ એવી મોટી અને ઉંચી ફલંગ મારી શકે; કારણકે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યા પછી તે ઉમેદવારને વચલા વર્ષોમાં એ વિષય શિખવાને ભાગ્યેજ તક સાંપડતી હતી.
આ કઢંગી અને અયુક્ત વ્યવસ્થા હતી એ સૌ સમજતા; પણ સરકારી સ્થાપિત ધોરણે સામે કાંઈ થઈ શકતું નહિ. પણ લડાઈ દરમિયાન કલકત્તા યુનિવરસિટિ કમિશન ઉંચી કેળવણીને પ્રથમ સમગ્રરીતે અવલોકવા નિમાયું હતું, તેને રીપેટ બહાર પડ્યા પછી માતૃભાષાનું મહત્વ પિછાનવામાં આવી, અગાઉની તેની સ્થિતિમાં સુધારો કરવામાં આવ્યો હતે.
મુંબઈ યુનિવરસિટિએ તે પછી માતૃભાષાના વિષયને બી. એ; ના પાસ વર્ગમાં અને પાછળથી બી. એ; એનર્સ કોર્સમાં દાખલ કર્યો અને હાઈસ્કુલોના ચાર ધેરમાં તેને સ્થાન આપી, મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં તે વિષય લેવા પરવાનગી અપાઈ હતી, પણ કમનસીબીની વાત એ હતી કે તેને કોલેજના પહેલા અને બીજા વર્ષમાં સ્થાન ન હોવાથી, વચ્ચે તુટ પડતી તે આવતા વર્ષથી સુધારવામાં આવનારી છે; એટલે હવેથી હાઇસ્કુલના ચોથા ધરણથી શરૂ કરીને તે એમ. એ; ની પરીક્ષા સુધી એક વિદ્યાર્થી ભાતભાષાને સલંગ અભ્યાસ કરવા અને તેની પરીક્ષા આપવા શક્તિમાન થશે.
આ બધી હકીકત ઉપરથી એટલું સ્પષ્ટ થશે કે જેમના હસ્તક કેળવણીનું તંત્ર હતું, તેમને માતૃભાષા માટે કાંઈ પડેલું નહોતું અને સાવકાં અપત્ય સરખું તેમનું તે વિષય પ્રત્યેનું વર્તન હતું.
મહાત્માજીએ આ વિષયને હાથ ધર્યા પછી, તેમની હિલચાલના પરિણામે, દેશી-માતૃભાષાનું સાહિત્ય બહેળું વંચાતું થઈ તેને વિશેષ વેગ મળેલો છે; અને આખુંય વાતાવરણ બદલાયું છે.
એ પ્રવૃત્તિને લઈને માતૃભાષાનો અભ્યાસ વધે, દેશી ભાષાનું સાહિત્ય