________________
ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ અર્થે મુદતબંધી કાર્યક્રમ
આપણા મહાકવિ પ્રેમાનંદ, ગુજરાતી ભાષા સાહિત્ય–તેનાં અમુક અંગે,–બરોબર સમૃદ્ધ થવા ન પામે ત્યાંસુધી, એવી લોકવદંતિ છે કે, પોતે માથે પાઘડી નહિ પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી; તે કાળે ઉંમરલાયક પુરુષ પાઘડી ન પહેરે એ એક દૂષણ લેખાતું; એવું મહાન વ્રત મહાત્માજીએ માતૃભાષાના પ્રચાર અર્થે ગ્રહણ કરેલું માલુમ પડે છે. એમણે માતૃભાષાનું મહત્વ અને ગૌરવ વધાર્યું છે, એટલું જ નહિ પણ એમના પ્રયાસથી ગુજરાતીએ સમાજજીવનમાં તેનું યથાયોગ્ય સ્થાન પાછું મેળવ્યું છે; અને તેનો બહોળો ઉપયોગ તેમ અભ્યાસ થવા પામ્યો છે.
છેલ્લી યુરોપીય લડાઈ પહેલાંની આપણા દેશની સ્થિતિથી જેઓ પરિચિત છે, તેમને આ પરિવર્તન, ખરેખર, વીસમી સદીની એક નવાઈ જ લાગશે.
એ સાધન વડેજ તેઓ જનસમુદાયને પિતાને સંદેશ પહોંચાડી શક્યા છે, એટલું જ નહિ પણ નવીન વિચાર પ્રવાહ ગતિમાન કરી ગુજરાતી સાહિત્યની સુંદર સેવા કરવાની સાથે, તેની ઉપર સજ્જડ છાપ પાડેલી છે; પણ તે આખોય વિષય તદ્દન સ્વતંત્ર વિચારણા માગી લે છે. - બ્રિટિશ રાજય અમલ આપણા દેશમાં સ્થાપિત થતાં અંગ્રેજ હાકેમેએ યુરોપીય જ્ઞાનને પ્રાધાન્ય આપી, શિક્ષણ માટે અંગ્રેજી ભાષાને પસંદ કરી હતી. પરંતુ તેને ઉદ્દેશ એવો નહોતો કે શિક્ષણના વાહન તરીકે સ્વભાષાને ત્યાગ કરી, કેવળ અંગ્રેજીને ઉપયોગ કરે; પણ નવા વિચાર પ્રવાહમાં સૌ કોઈ ખેંચાઈ અંજાઈ અંગ્રેજી ભાષા સાહિત્યના અભ્યાસ પાછળ ઘેલા બન્યા હતા; અને રાજ્યકર્તાઓને તે તે અનુકૂળ અને રુચતું જ હતું. પણ આપણા કેળવાયલા વર્ગ ઉપર તેની ખૂબ ખરાબ અસર થવા પામી હતી; વિદેશી અને અપરિચિત વાહન દ્વારા નવું શિક્ષણ મેળવવા જતાં, તેમને ઘણું સેસવું પડયું હતું, અને ઘણાનો માનસિક વિકાસ શ્રમસાધ્ય અને કુંઠિત બન્યો હતો; અને તેમાં વધારે શેકજનક એ હતું કે એ નવશિક્ષિતે એ માતૃભાષાનું વાચન અને અભ્યાસ કરવાનું છોડયું હતું. આ હાનિ થોડી નહતી. તેઓ અંગ્રેજી ભાષા સાહિત્યના પૂરી પૂજારી બન્યા હતા; માતૃભાષા તેમને કંગાળ લાગતી, એટલે તે પ્રતિ ધ્યાન જ આપતા નહિ. એ સ્થિતિમાં શાળા પાઠશાળાના અભ્યાસક્રમમાંથી તે ટળે એ સ્પષ્ટ છે. પણ એ શરમજનક પરિસ્થિતિ નિવારવા સ્વર્ગસ્થ રાનડેએ વીસમી સદીના આરંભના વર્ષમાં, ભગીરથ પ્રયત્ન કરી, દેશી ભાષાઓનું વાચન અને અભ્યાસ વધે,