________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
આ સવ સાહિત્ય સંસ્થાએ એકત્રિત થઈ, સહકાર સાથે અને ચેાજનાપૂર્વક એકાદ કાર્યક્રમ, મુદ્દતબંધી, ઉપાડી લે તેા ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ થવા પામે, તેમાં બળ અને વેગ આવે, સાથે સાથે નિવનતા અને વિવિધતા આવે; તેમજ ગુજરાત યુનિવરિસિપ્ટ નજદિકમાં સ્થપાયલી જોવાને આપણે ઉત્સુક છીએ, તેની સિદ્ધિમાં એ સંગઠ્ઠન જરૂર સહાયક થઈ પડશે.
પ્રસ્તુત વિષય ધ્યાનમાં રાખીને આપણે હવે આપણી જે જરૂરિયાતો છે તે વિચારીશું; અને તે જરૂરિયાતા વેળાસર પૂરી પડે તે સારૂં ચોક્કસ કાર્યક્રમ, મુકરર મુદતના યેાજીએ તો તે કામાં ગતિ આવે, કેટલીક સવડ મળે અને ક્યાં મુશ્કેલી નડે છે તે સમજવામાં આવશે.
આપણી ભાષામાં એક સારા અને પ્રમાણભૂત કાશની ઉણપ અદ્યાપિ છે, એ પહેલી નજરે આપણને માલુમ પડશે; તેના વિના આપણું ભાષાસાહિત્ય અપૂર્ણ અને પાંગળુંજ રહેવા પામે; અને ભાષાસાહિત્યના અભ્યાસ કરવામાં તેની અગત્ય હંમેશાં રહેવાની જ.
ખ્રિસ્તિ મિશનરીએ આપણા દેશમાં બાઈબલનેા ઉપદેશ કરવા આવી વસ્યા તેમને તે કા` સારૂં આપણી દેશી ભાષાએ શિખવાની જરૂર માલુમ પડી; અને તેમાં મદદગાર થઈ પડે એ હેતુથી જે તે પ્રાંતની ભાષાના કેશ અને વ્યાકરણ પહેલપ્રથમ એ મિશનરીએ તૈયાર કરેલાં મળી આવશે. કહેવાનું તાત્પર્ય કે આપણી ભાષાના કાશ અને વ્યાકરણના પાયા ચણવાને યશ એ ધર્મોપદેશક બંધુઓને પ્રાપ્ત થાય છે.
સન ૧૮૪૮માં ગુજરાતી ભાષા સાહિત્યની અભિવૃદ્ધિ અને ખિલવણી સારૂં ફૅાસ સાહેલ્મે અમદાવાદમાં ગુજરાત વર્નાકયુલર સેાસાઇટીની સ્થાપના કરી, તેના પ્રથમ કા` તરીકે એ દુરંદેશીવાળા પુરુષે ગુજરાતી જીના ગ્રંથેની હાથપ્રતા પ્રાપ્ત કરી, તેની નકલ કરાવવાનું આરંભ્યું હતું; એ કારણે કે તે ગ્રંથમાંના શબ્દભડાળ ગુજરાતી કોશ સંપાદન કરવામાં ઉપયેાગી થઈ પડશે.+ અને એ વિષય પરત્વે નાંધ કરતાં કવિ દલપતરામે સન ૧૮૫૧ ના વાર્ષિક રીપોર્ટ માં, વધુમાં, જણુાવ્યું હતું, કે—
“ હાથનાં લખેલાં પુસ્તકો શામળભટનાં આઠ, નરસિંહ મહેતાનાં આઠ, એક લજ્જારામ ભટનાં ગીતાનું તથા ખીજાં છ તે રચનાર કવિઓનાં નામ વગરનાં એ રીતે ૨૩ પુસ્તકા એ વરસમાં લખાયાં. તે નામ વગરનાં
+ ગુ. વ. સાસાઈટીના ઇતિહાસ ભા. ૧ લે, પૃ૩. ૧૨૯, t