SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ - ગ્રંથકાર ચરિત્રાવળી ' અંગ્રેજી ગ્રંથકાકારા અભ્યાસીઓના ધ્યાનમાં આવવા લાગી અને તેમ થવાથી, દેશના લોકેની મચાયેલી આંખે કંઈક ઊઘડી. તેમની દષ્ટિ મર્યાદા વધી. એ આંખમાં નવાં તેજ પ્રવેશ પામ્યાં. તેની મગજ પર અસર થઈ. પશ્ચિમની એકે એક વસ્તુ માટે મોહ વધ્યો. એક જાતને નિશે ચડ્યો. પિતાનું પ્રાચીનવ ભૂલાવા લાગ્યું. નજર એક તરફ જ લાંબે પહોંચવા લાગી. આમ નવી જાતના પ્રકાશથી અંજાઈ ગયેલી આંખોએ મગજને ભમાવ્યું. બીજી ઈક્રિઓને ઉશ્કેરીઃ શરીર ધમપછાડા કરવા લાગ્યું. આખા જીવનમાં એક પ્રકારને તનમનાટ વ્યાપી ગયો. તેને પરિણામે નવાયુગની કવિતા અને નવું ગદ્ય લખાવા લાગ્યું. નવ કેળવણીના સંસ્કાર ઝીલનાર થોડુંક અંગ્રેજી ભણેલો અને પદવી લેવા સુધી નહી પહોંચેલો એ લેખકોને પહેલો વર્ગ આગળ આવ્યો. નર્મદ, નંદશંકર, નવલરામ, સુરતમાં અને દલપતરામ,મહીપતરામ,ભોળાનાથ, છોટાલાલ-વગેરે અમદાવાદમાં-નવી કેળવણીનો પ્રકાશદીવડે સમાજને દોરવા ધરી રહ્યા. આ લેખકે નવગુજરાતને પિતાપિતાને સંદેશે કવિતા દ્વારા, નિબંધકાર, ભાષણોદ્ધારા, છાપાંકારા, વાર્તાઓ દ્વારા, રંગભૂમિદ્વારા અને ધર્મ પ્રવચનઠારા પહોંચાડ્યો. જે કાળની હકીકતનો આપણે વિચાર કરિયે છિયે તે કાળને ઉત્સાહજ કાંઈ વિલક્ષણ પ્રકારને હતો. નવું ચાલવા શીખેલું બાળક, જેમ વધારે ચાલવાને પડતાં આખડતાં પણ પ્રયત્ન કર્યા જ કરે તેમ, આખી ગુજરાતી પ્રજા કરી રહી હતી. નવી મળેલી શક્તિ વાપરવાને બધાંનાં મનમાં ઉત્સાહ ઉછળી રહ્યો હતે. - સંક્રાંતિકાળની સ્કૂરણાને લીધે, જુદાં જુદાં સાહિત્ય સ્વરૂપનાં પગરણ આ જ સમયમાં મંડાયાં હતાં. સભાઓ અને મંડળીઓની સ્થાપના ચાર મુખ્ય શહેરમાં મુંબઈમાં ગુજરાતી જ્ઞાનપ્રચારક સભા, સુરતમાં માનવધર્મ સભા, ભરૂચમાં બુદ્ધિવર્ધક હિંદુ સભા અને અમદાવાદમાં ગુજરાત વર્નાકયુલર સોસાયટી; એમ થવા પામી હતી. - પ્રાચીનકાવ્યના સંપાદનના ક્ષેત્રમાં દલપતરામે ૧૮૬૨ માં “કાવ્યદોહન” તૈયાર કર્યા. નર્મદે ૧૮૬૦ માં “ દયારામકૃત કાવ્યસંગ્રહ) ભેગો કર્યો, અને પછી પ્રેમનંદને “ દશમસ્કંધ” પણ સંશોધો. * - 8
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy