SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ નંદશંકર અને તેમને જમાને નવી કવિતા રચવાને માટે રસ તથા અલંકાર શાસ્ત્રને અભ્યાસ, તથા પિંગળનું જ્ઞાન આવશ્યક જણાતાં નર્મદે તથા દલપતે રસપ્રવેશ” અલંકારપ્રવેશ ” તથા “ પિંગળપ્રવેશ” રચ્યાં. | નાટકના ક્ષેત્રમાં રણછોડભાઈએ ૧૮૬૪ માં લલિતા દુઃખદર્શકને અપૂર્વ તથા સફળ નાટય પ્રયોગ રચી, નાટકનું પ્રસ્થાન શરૂ કરી આપ્યું. ઝવેરીલાલે ૧૮૬૬-૬૭ માં શાકુંતલનો અનુવાદ કરી, સંસ્કૃતના સાહિત્યભંડાર તરફ ગુજરાતીઓનું ધ્યાન ખેંચ્યું. પહેલા ગઘનિબંધ પણ દલપત તથા નર્મદે લખ્યા. પહેલે ગુજરાતી કોશ, પહેલો ગુજરાતી ભાષાનો ઇતિહાસ, પહેલાં જીવનચરિત્રો, પહેલાં હાસ્યરસનાં પુસ્તકો “મિથ્યાભિમાન નાટક” અને “ભટ્ટનું ભોપાળું” પણ આ અરસામાં લખાયાં. પ્રવાસવર્ણનના વિભાગમાં કરસનદાસને “ઈગ્લેંડને પ્રવાસ” ૧૮૬૬માં, અને મહીપતરામની “ ઇંગ્લંડની મુસાફરી” ૧૮૭૪માં લખાઈ. પહેલાં માસિક “બુદ્ધિપ્રકાશ” ૧૮૫૦માં, “બુદ્ધિવર્ધક' ૧૮૫૬માં અને “ ગુજરાત શાળાપત્ર” ૧૮૬૨ માં શરૂ થયાં. ઇતિહાસના ક્ષેત્રમાં ફાર્બસ સાહેબે સંસ્કૃત, પ્રાકૃત તથા ગુજરાતી રાસાઓ ઉપરથી ઉપજાવી કાઢેલો ગુજરાતના મધ્યકાળને ઈતિહાસ ૧૮૫૬માં અંગ્રેજીમાં પ્રકટ થયો; તેને ગુજરાતી અનુવાદ ૧૮૭૦ માં રણછોડભાઈએ કર્યો. નર્મદાશંકરે “ રાજરંગ” લખ્યો. આ ઉપરાંત, બીજા પ્રચારક સાહિત્યના અલ્પજીવી ફાલ પણ આ સમયમાં ખૂબ થયો હતો –એ બધી pioneer પ્રવૃત્તિઓ પ્રવર્તમાન યુગના આંદોલનને જ આભારી છે. ચિંતનાત્મક તથા બોધક સાહિત્ય તરફ સૌ કોઈને સરખી રૂચિ ન રહે એ સ્વાભાવિક છે. તેથી મનોરંજક વાર્તાઓ તથા વાર્તાને મિષ્ટ રસધાર સબોધ આપનાર “નવલકથા ” ને જન્મ પણ આ યુગમાં થયો. આપણી જયંતિના નાયક નંદશંકર “ કરણઘેલો ” એ આ યુગમાં, આ વિભાગનું એક પુસ્તક હોઈ, એની વાર્તા સાહિત્યમાં પહેલ તથા નવીનતાને લીધે એ જમાનામાં–પંચમહાલના વિશાળ મેદાનમાં એકલા ઉભેલા પાવાગઢ જેવી સ્થિતિ ભોગવે છે; અને આગામી શુદ્ધ નવીન યુગને ડંકા વગાડનાર અગ્રેસર સવારનું સ્થાન લે છે. . . २२७
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy