SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ નંદશંકર અને તેમને જેમાને દેશ અને દેશીએ અંજાયા. આપણું સ્વત્વ–આપણી અસ્મિતા-શંકાની ઝોલાએ હીંચવા લાગ્યાં. પરિણામે આપણું ઘણુંક આપણે ગુમાવી બેઠા. આપણો જીવનપ્રવાહ કેવી રીતે ફેરવો, આપણું સાહિત્યમાં શું છે અને શું નથી–એ સર્વને પાઠ આપણે પશ્રિમ પાસેથી જ લેવા શરૂ કર્યા. આમ કરવામાં આપણે પ્રાચીન સત્યોથી વેગળી ગયા અને કંઈક અવળી દિશામાં દોરાયા. અંગ્રેજી સાહિત્યના નવા સંસ્કારે ગુજરાતી ભૂમિમાં રોપાવા લાગ્યા. ગુજરાતનું નવજીવન તીવ્ર જ્ઞાનતૃપાથી તલસી રહ્યું. એમાં પુસ્તકે, વાચનમાળાઓ અને પુસ્તકાલયો ઉભરાવા લાગ્યાં. માસિક, ભાષાંતરે અને સભાઓએ જન્મ લીધા. મંડળ, પ્રવાસો અને પરદેશગમનાએ નવાં પ્રસ્થાન આરંભ્યાં. જીવનમાં, શિક્ષણમાં, આદર્શોમાં, સાહિત્ય પ્રદેશમાં, અને સર્વમાં આમ પશ્ચિમના આદર્શોની ભરતી ચઢી. ઊંઘતું અને મૂગું બનેલું ગુજરાત જાગ્યું. એને વાચા ફૂટી ગુજરાતના સંસ્કારસાગરનું મંથન થવા લાગ્યું. તેમાંથી નવનીતનાં ફીણ ઉપર તરી આવવા લાગ્યાં. કદી કદી માંહેથી રત્ન પણ નિકળતાં. આમ કેટલાક કાળ સુધી ગુજરાતીઓનું આત્મમંથન ચાલુ રહ્યું. અને આખો સમાજસાગર જ સંક્ષુબ્ધ થયેલો એટલે તેમાં સંયમ પામેલી દરેક મનુષ્યની જીવનસરિતામાં પણ મેડી વહેલી તેની અસર પહોંચ્યા વગર રહી નહીં, આ નવયુગનાં આંદોલને સહસ્રમુખે વ્યક્ત થયાં. છાપખાનાંઓની શોધથી વાંચન સીધું અને સરળ બન્યું, યાંત્રિક શોધખોળથી હુન્નરઉદ્યોગના ઇતિહાસમાં અણચિંતવેલાં પરિવર્તન થયાં. પદ્ય સાથે ગદ્ય વિશેષ વપરાશમાં આવવા લાગ્યું. છાપાંઓના વાંચનથી જિજ્ઞાસા અને કુતૂહલવૃત્તિ જાગ્રત થઈ. “ મંડળીઓ મળવાથી થતા લાભ ” લોકોએ જોયા, અને કંપની સરકારના વ્યવસ્થિત રાજ્યવહીવ-- ટથી જીવનના ગમે તે ક્ષેત્રમાં વ્યવસ્થા અને તાલીમદ્વારા મળતી સિદ્ધિ એને સાક્ષાત્કાર થયો. લોકોને લખતાં વાંચતાં શીખવવા માટે ગામઠી શાળાઓનું સ્થાન રાજ્ય સ્થાપેલી શાળાઓએ લીધું. ભાષાના પ્રાન્તિક ભેદે ટાળનારી વાંચનમાળાઓનો ગુજરાતીમાં પ્રચાર થયો. એ રીતે એક સંગઠિત ગુજરાત બનાવવાનો આ કેળવણીકારનો પ્રયોગ કંઈક અંશે સફળ થ. શાળાઓ અને કોલેજમાં અંગ્રેજ લેકની સ્વાતંત્ર્ય પ્રિયતાની ભાવના ૨૨૫
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy