________________
૧૯૩૭ની કવિતા
દાવાનળને દવાનળ! જળી તમે વન વિશે જ પાછા શમે. અને કદી ન ખેલવા જનસમાજમાં કાં ભમો ? નથી શું અહિં વહેમનાં વન, અસત્યનાં કાનને, અરણ્ય અરિભાવનાં, છળપ્રપંચનાં જંગલે?
રતિલાલ શુકલ
(કુમાર)
વીર નર્મદને ગુજરાતીઓને બેધ
(પૃથ્વીતિલક) ન શેક કરશે કદાપી રસિક વિકાસી મુજ તાવણી; જુઓ સકલ જીવ-જીવન, ન એક બે–દરદ ભાળશે; ભલે દરદ, ઘા ભલે, અપયશ ભલે, અભિભ - ભલે, સદાય ઉર પ્રેમમાં, રૂધિર જે રહે હડતું શાર્યમાં.
- બળવંતરાય ક. ઠાકોર
(કુમાર)
બંધાઈ ગયું બેઠી બિસ્તર બાંધવા પ્રિયતણે લે ત્યાં પ્રવાસે જવા, બાંધ્યા કોટ ખમીસ, ધોતર, ડબી સાબુ અને અસ્તરે, ને ત્યાં ગાંઠ ઘણી કસી, પણ વળી મંડી જ સિ છોડવા, આ પ્રીતમ પૂછતો “યમ અરે, પાછું બધું છોડતી ?”
બેલી, “ભૂલ થકી બધાની ભળતું બંધાઈ હૈયું ગયું.” (પ્રસ્થાન)
સુન્દરમ
કવિ અને કેયલ ષિાએ કોકિલાઓ કળકળ કરતા કાગડાના કુટુંબે, આત્માની પ્રેરણાથી પણ સ્વર મીઠડા કોકિલા વિશ્વ કુંજે; તેવી રીતે કવિ આ ભડભડ બળતા વિશ્વમાં ઉછરે છે,
કિંતુ એના ઉરેથી અમીરસ સરખા તકાવ્યો સરે છે. (પ્રસ્થાન)
જેઠાલાલ ત્રિવેદી
૧૪૭