________________
૧૯૩૩ની કવિતા
હું શુદ્ર માનવ કરું તવ અર્ચના શી ? વાચા અને મતિ જરા મહીં હારી જાતી;
ચાહું બનીને રજફૂલ કેરી તારા મહાપદતણે રહું નિત્ય ચેટી..
પૂજાલાલ
(પ્રસ્થાન)
ધરતીને તારા વિશાળ હદયે મમ શાન્તિભાન
જ્યાં વિશ્વનું સકળ દુઃખ વિરામસ્થાન ત્યાં હું અનંત શુભ શાન્તિ મહીં ઢળીશ તારું જ કો મધુર રૂપ બની રહીશ જેથી દુઃખી તૃપિત કે મુજ ભાંડુ કાજે હુ શાન્તિની હદયમૂર્તિ બની શકીશ. તારા વિરામમય અંક મહીં મને લે જ્યાં દુઃખ કે સુખ કશું નહિ, માત્ર શાન્તિ આ પ્રાણ મા સતત કેવળ ઝંખતે એ જ્યાં વિશ્વ સર્વ બનતું શુભ એકરંગી.
(પ્રસ્થાન)
સ્વસ્થ
ઝંખના રમું કમળકુંજમાં, પદ સરે ભલે પંકજે, હિમાદિશિખરે ચડું, સકળ અંગ ઠંડા પડે, સુણું ગગનગીતડું રજનિ સર્વ જાણું ભલે; સરે પગ, છતાં મળે કમળની કલા પખવા, ઠરૂં હિમ થકી છતાં ગિરિ વિશાળ નેત્રે ધરું, કરે ન અડવું કદી કમળપાંખડીને કુણી. અડું ન ગિરિ ખેલતા નવલ તેજના રંગ હું, અને પજવતો નથી રજનીને બૂમથી કદી. જહીં રૂપ તણી સુધા વરસતી સરું હું તહીં.
૧૪૧