________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
ભરું નયન બાલ આ જગત વિસ્મયે ફાટતા, હશે કયમ જ ઝંખના રૂપકલા તણી આવડી ? ઉભું જગ પહણે સુને, તિમિરવાદળી જ્યાં નથી, અને સરલ આત્મને, વિમલ સત્ય સન્દર્યથી
ભરી જીવનમાં હસું.
(ઊર્મિ)
દુર્ગેશ
ઉરવૃત્તિ મુજ જીવનતત્રી તણા સહુ તાર, કદી સ્વરમેળ ધરે, બસુરા કદી ‘ક’ ? નવ એ પુછશો. મુજ એક જ વાદ્ય અનેક ત્યહીં સ્વર કોમલ મધ્યમ તીવ્ર વહન્ત; સહુ વાદકના ઉરભાવ તણાં, પ્રતિબિબ ગ્રહી જડ તાર સચેત બની, કંઈ ગાન કરે સુણતાં,
ન રૂચે યદિ દોષ શું વાઘ તણે? એ ગાનસ્ત્રોત તણું મૂળ કયહીં, અને વહે માર્ગ કિયે, કયમ; ન તે કંઈ વાઘ જાણતું; યાત્રી અનેક લઈ વાઘ, ઉરે ભરેલ જે,
ગીતે અનેક જરી તેનું મહીં ઉતારતા. આવતા યાત્રીઓ જાતા, ગાદભવ થાતા શમે; મૂક વાદ્ય બને, તંતુ નિશ્રેષ્ટ સે પડ્યા રહે.
ગગન સ્વચ્છ કદી તપતો રવિ, પૃથિવી ધાર પ્રકાશિતણી ઝીલે, કદિક શ્યામલ વાદળછાંયથી જગત શેકનિમગ્ન બન્યું દિસે.
૧૪૨