________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
-
અને દિન અમાસને શશિવિહીન સિંધુ હસે, હસે ઝરણ માર્ગમાં ખડક જ્યાં આથડે, ઊંધાય ઉર વીજથી ગગન મેઘનું એ હસે, વીંધાઈ અથડાઈને ત્યમ હસું હમેશાં જગે.
પ્રહલાદ પારેખ
(કુમાર)
વિશ્વદેવ
(વસંતતિલકા-ઉપજાતિ) ગેબી વિશાલ નભઘુમ્મટ આસમાની તારા ત્રિલોકમય મંદિરશીર્ષ શોભે,
તારાતણું ઝુમ્મર કેટિ આપે, સોહે સુધાકર-દિવાકર દીપ ગોખે. મંદિર-આંગણ ઉષા નવલા ગુલાલે પૂરે પ્રતિ દિવસ મંગલ સાથિયાઓ,
સંધ્યા સુવર્ણચલથી સુરમ્યા ધ્યાને નિમગ્ન તવ આરતીઓ ઉતારે. સાતે સમુદ્ર તવ સ્તોત્ર ધ્વનાવતા આ ગંભીર ઘેષ ગગને પડછંદ પાડે,
ને વિશ્વગોળા અવકાશ મળે ઘૂમે અનહંત જપંત સુમંત્ર તા. દ્વારે દશે દિશ તણાં દિનરાત ખુલ્લાં રહે મંદિરે તવ અખંડ પ્રવેશવાને,
બ્રહ્માંડ ચૌદે તહીં પૂજનાથ, આવે નમસ્કૃતિ ભરી લઈ અંજલિઓ. ના વર્ણવ્યા તવ જતા મહિમા અમેય, આશ્ચર્યકારી તવ રૂપ અકથ્ય ન્યારું;
અનંતથી યે ગુણ ના ગણાયે તારા, ન શશ્વતતણા ઉરમાંય માટે.
૧૪૦