________________
ગુજરાતી ભાષાના શબ્દોષ
૧૪ ઔષધિકેષ:–સને ૧૮૯૯માં ગુ. વર્નાક્યુલર સેસાઇટીએ રા. ચિમનરાય શિવશંકર વૈશ્નવ પાસે સદરનો પ્રથમ ભાગ તૈયાર કરાવી છપાવ્યો. ઔષધિઓનાં સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, હિંદી, બંગાળી, ઈગ્રેજી અને લેટીનમાં શું શું નામ છે અને તેના મુખ્ય ગુણ શું છે, તે તેમાં દર્શાવેલા છે. દરેક ભાષાની અનુક્રમણિકા હોવાથી તે ભાષામાં ચાલતા શબ્દ સહેલાઈથી જાણી શકાય છે.
૧૫. જ્ઞાનચક–અત્યારસુધી એન્સાઈકલોપીડીઆ જેવું સાધન નહોતું. તે આ નામથી સને ૧૮૯૯માં મી. રતનજી ફરામજી શેઠનાએ પ્રથમ ભાગ યજ્ઞ સુધીને પારસી ઔરફનેજ પ્રી. પ્રેસમાં છપાવીને રૂા. રૂા. ૩) ની કિંમતથી બહાર પાડયું. કદ રોયલ આઠ પેજ પૃષ્ઠ ૪૦૦, વિષયો ૧૫૦૦.
સદર બીજો ભાગ કિંમત રૂા. ૩–૪–૦ ૨૩૦૦ વિષયો. સદર ત્રીજો ભાગ કિંમત રૂ. ૩-૦-૦ ૧૫૦૦ વિષયો. સદર ચોથો ભાગ કિંમત રૂા. ૩-૦-૦ ૧૭૦૦ વિષયો. સદર પાંચમે ભાગ કિંમત રૂા. ૩-૦-૦ ૧૭૦ • વિષયો.
૧૬. પ્રાંતિક શબ્દકેષ:–રા. બા. ગોવિંદભાઈ હાથીભાઈએ સને ૧૯૦૦માં બહાર પાડે. કડી પ્રાંતમાં વપરાતા જે શબ્દો ચરેતરમાં વપરાતા શબ્દોથી જુદા અર્થના હોય તેવા શબ્દો માટે આ તરફના આધકારીઓ વિગેરે કડી પ્રાંતમાં જાય તો તેમને અગવડ ન પડે તેમજ સામાન્ય જનતાને પણ ઉપયોગી થઈ પડે તે હેતુથી બહાર પાડયો હતો.
૧૭ સંજ્ઞાદશક કેષ –સને ૧૯૦૪ની સાલમાં રતનજી ફરામજી શેઠનાએ પીટીટ રફનેજ કોટન પ્રી. પ્રેસમાં ડેમી ૧૨ પેજ સાઈઝમાં પૃષ્ટ ૧૧૭ ને રૂા. ૧) ની કિંમત રાખી છપાવ્યો. સદરમાં ૫૧૫ સંજ્ઞાઓ આપી છે. એક, બે, ત્રણ વિગેરે સંજ્ઞાઓમાં જે જે સમૂહને સમાવેશ થતો હેય તે જણાવ્યું છે. જેમકે દશની સંજ્ઞામાં (૫) દશ અગ્નિકળા, (૨૨) અવતાર જયંતિ, (૨૪) અવસ્થા (૫૦) આયુધ, (૧૪૫) ગ્રંથ, એ પ્રમાણે દશની સંજ્ઞામાં ૨૬ સમૂહ બતાવ્યા છે. પાછળ કમવાર નોંધ આપી છે. દશ આયુધ કીયાં તે જાણવા માટે ૫૦ નંબરની નોંધ જોવાથી જાણી શકાય; દશ અવતાર માટે ૨૨ નંબરની નોંધ વિગત જોવાથી જાણવામાં આવે.
૧૮ સુખશાંતિ કેષ:–રૂસ્તમજી હોરમસજી મીસ્ત્રીએ ધી ઈનડીઅન
૭૩