SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫ જાતે છપાવ્યા હતા. સંસ્કૃત શબ્દો ઉપરથી ગુજરાતી શબ્દો કેવી રીતે કેટલા નિકળ્યા તે આપ્યું છે, અને પાછળ ગુજરાતી શબ્દોનું સાંકળીયું આપ્યું છે, તેથી એ શબ્દ કયા પાને છે તે જાણી શકાય છે. ૮. શબ્દાર્થ કાષ:—સને ૧૮૮૬માં દયાશંકર શામજીએ હંટરકૃત ઇતિહાસ શાળાઓમાં દાખલ થયા તેમાંના અઘરા શબ્દોની વ્યુત્પત્તિ, પર્યાય અને સમજુતી સાથે બહાર પાડયા હતા. ૯. કચ્છ શબ્દાવલી:—પ્રથમ ભાગ તથા ખીજો ભાગ સને ૧૮૮૬માં પરભુદાસ રણછોડજીએ કચ્છ દખરી છાપખાનામાં છપાવી બહાર પાડેલા. કિંમત દરેકની એ કારી. સદરની ખીજી આવૃત્તિ પણ તેમણેજ દશ આનાની કિંમતથી કઢાવી હતી. ૧૦. શબ્દાર્થ કાષ:—નર્મકાષ તથા શબ્દસંગ્રહમાં નહિં આવેલા શબ્દોના અર્થ. સને ૧૮૮૮માં મેાતીલાલ મનસુખરામ શાહે બહાર પાડયા હતા. ૧૧. શબ્દાર્થ ભેદ:—(અથવા પર્યાય તરીકે વપરાતા શબ્દો વચ્ચેના તફાવત ):–ઈંગ્રેજીમાં જેને synonyms કહે છે તે ધારણ ઉપર સને ૧૮૯૧માં રા. રા. લલ્લુભાઈ પ્રાણવલ્લભદાસે આ પુસ્તક બહાર પાડયું હતું. સને ૧૮૮૫ થી ૧૮૮૭ ની સાલ સુધી છુટક છુટક શબ્દો બુદ્ધિપ્રકાશમાં છપાવેલા તેમજ સને ૧૮૮૬ તથા ૧૮૮૭ના ગુજરાત શાળાપત્રમાં કેટલાક શબ્દો આપેલા. આ પુસ્તકમાં સમાન અર્થ જેવા દેખાતા શબ્દોમાં અનેા શું તફાવત છે તે બતાવવામાં આવ્યું છે અને તેના સમર્થનમાં ગુજરાતી શિષ્ટ પુસ્તકામાંથી, દાખલા તરીકે અવતરણા ટાંકી બતાવ્યાં છે. ૧૨. ગુજરાતી શબ્દાર્થ સિંધુ:—રચનાર વિઠ્ઠલ રાજારામ દલાલ, પ્રકાશક પુસ્તક પ્રકાશક મંડળી-મુંબાઈ, સને ૧૮૯૫, નર્મકોષ પછી કોઇપણ કોષ સંપૂર્ણ રીતે પ્રકટ થયા હોય તે! તે આ કોષ છે. પરંતુ તેમાં માત્ર ૨૬૦૦૦ શબ્દાજ આવેલા છે. ન કાષમાં વિકલ્પે થતી જોડણીવાળા શબ્દો મુકી દીધા છે, અને ચાલુ નિવેન શબ્દો લીધા છે. તદ્દન ઝીણા ટાઈપમાં રાયલ આપેજી ૩૭૦ પૃષ્ટ અને કિંમત રૂા. ૫) છે. શબ્દોના અના પર્યાયજ આપેલા છે. ૧૩. રૂઢિપ્રયોગ કાષ:—સને ૧૮૯૮ માં રા. ભોગીલાલ ભીખાભાઈ પાસે રચાવી ગુ, વર્નાકયુલર સે।સાઈટીએ છપાવ્યા. ઈંગ્રેજીમાં જેને Idioms કહે છે, તેવાજ ગુજરાતી ભાષામાં રૂઢ થએલા શબ્દ કે વાક્ય પ્રયાગાના અથ આપેલા છે. ૭૨
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy