________________
મણિલાલ નભુભાઈ દેશી મણિલાલ નથુભાઈ દોશી
એઓ જ્ઞાતિએ વિશા ઓસવાલ જૈન; અને અમદાવાદના વતની છે. એમને જન્મ ૨જી નવેમ્બર ૧૮૮૨માં-સં. ૧૯૩૮ના આસો વદ ૭ ના રોજ– વિજાપુરમાં થયો હતો. એમના પિતાનું નામ નથુભાઈ જીવરાજ દેશી અને માતાનું નામ માકોરબાઈ મયાચંદ છે.
એમણે બધું શિક્ષણ અમદાવાદમાં જ લીધેલું. સન ૧૮૯૮ માં મેટ્રીકયુલેશનની પરીક્ષા પસાર કરી હતી. તે પછી ગુજરાત કૅલેજમાં દાખલ થઈ સન ૧૯૦૨માં ભાષા અને સાહિત્ય અચ્છિક વિષય લઈને બી. એ. ની ડીગ્રી મેળવી હતી; અને ઉચે નંબરે આવવાથી તેઓ દક્ષિણા ફેલો નિમાયા હતા. સન ૧૯૦૩માં તેમણે એક શિક્ષકનો ધંધે પસંદ કર્યો હતે. એમની શિક્ષણ આપવાની પદ્ધતિથી અને શિષ્યો પ્રતિના સમભાવ અને પ્રેમથી તેઓ વિદ્યાર્થી વર્ગમાં બહુ પ્રિય થઈ પડતા; અને એમના સાલસ સ્વભાવ અને ઉત્તમ ચારિત્ર્યથી, એમના સમાગમમાં આવનાર સૌ કોઈને પિતા પ્રતિ આકર્ષતા હતા. એમના પ્રિય વિષય માનસ શાસ્ત્ર, નીતિ અને ધર્મ છે. વળી એમ કહેવું વધારા૫ડતું નથી કે તેના અભ્યાસ અને પ્રચાર કાર્ય પાછળ એમણે પોતાનું જીવન સમર્પણ કરેલું છે. આખા ગુજરાતમાં તેઓ એક આગેવાન થિસીસ્ટ તરીકે જાણીતા છે. એમના એ સેવા કાર્યથી ઘણાંનાં જીવનમાં સુંદર ફેરફાર અને પલટો થયેલા અમારા જાણવામાં છે. શિક્ષણકાર્ય સાથે સમાજસેવાના કાર્યમાં તેમજ થિએસોફીના પ્રચારકાર્યમાં વખતોવખત મુશ્કેલીઓ નડવાથી સન ૧૯૧૯માં એમણે શિક્ષક તરીકેની નોકરી કાયમ માટે છેડી દીધી હતી અને તે સમયથી એક સમાજસેવક તરીકે અને થિએસેરીના પ્રચારક તરીકે પ્રવૃત્તિ આદરી રહ્યા છે. લેખનકાર્ય તો એમણે સન ૧૯૦૩ થી શરૂ કરેલું અને એ પ્રવાહ સતત વહેતા અને વિકસતે રહેલો છે. માત્ર નાના મોટા પુસ્તક લખીને એમણે સંતોષ માન્યો નથી; પણ જુદે જુદે સમયે એક વા બીજું માસિક ચલાવીને, તે દ્વારા જનતાની સેવા કરવાનો પ્રયત્નો કરેલાં છે. અત્યારે તેઓ બે માસિક ચલાવે છે. સ્ત્રીછવનના વિકાસ અને અભ્યદય અર્થે પણ એમની પ્રવૃત્તિ થતી નથી. સ્ત્રીઓ માટે તેઓ એક જૂદું માસિક કાઢે છે. એમનું “સખીના પત્રો” એ નામનું પુસ્તક ગુ. વ. સોસાઈટી તરફથી પ્રસિદ્ધ થયેલું છે, તે પરથી જોઈ શકાશે કે સ્ત્રીમાનસને સમજવામાં તેઓ કેટલા નિપૂણ અને ઉંડા ઉતરેલા છે.
૧૪૫