________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
દેશળજી કાનજી પરમાર
એઓ જાતે રજપુત છે. એમનું વતન ગોંડલ સંસ્થાને તાબાનું ગણદ ગામ છે અને એમને જન્મ સરદારગઢ (સોરઠ) માં તા. ૧૨ મી જાન્યુઆરી ૧૮૯૪ના રોજ થયો હતો. એમના પિતાનું નામ કાનજીભાઈ જીવાભાઈ પરમાર અને માતાનું નામ જીવીબાઈ મેઘાજી મકવાણા છે. એમના પિતાશ્રી કાઠિયાવાડ એજન્સીમાં કેળવણ ખાતામાં હતા અને એક ઉચ્ચ કોટિના શિક્ષક તરીકે તેમનું નામ એ ભાગમાં હજી પ્રસિદ્ધ છે; અને વિશેષ જાણવા અને નેંધવા જેવું એ છે કે એમના દાદા છવાજીએ બહારવટું કરેલું, જેમના અમીરી ગુણે પૌત્રમાં ઉતરેલા છે.
એઓએ મેટ્રીકની પરીક્ષા રાજકેટની ફ્રેડ હાઈસ્કૂલમાંથી સન ૧૯૧૨ માં પસાર કરી હતી અને તે પછી ભાવનગરમાં સામળદાસ કૈલે. જમાં અભ્યાસ કરી સન ૧૯૧૬ માં અંગ્રેજી-સંસ્કૃત ઐચ્છિક વિષય લઈને બી. એ. થયા હતા.
એમના પ્રિય વિષય સાહિત્ય અને કળા છે. તેઓ અમદાવાદના વનિતાવિશ્રામમાં લાંબા સમયથી એક શિક્ષક છે. પોતાના ચારિત્ર અને વર્તનથી સંચાલકોને તેમજ ત્યાં ભણતી બાળાઓને એમણે ચાહ અને વિશ્વાસ સંપાદન કરેલાં છે. એમ કહી શકાય કે એમના પિતાની પેઠે શિક્ષણના ધંધા માટેનું એમનું કર્તવ્ય-ભાન અને જવાબદારીનો ખ્યાલ, એટલો ઉંચો, તીવ્ર અને દઢ છે કે એક ઉત્તમ શિક્ષકના બધા અંશે એમનામાં દૃષ્ટિગોચર થાય છે.
શિક્ષણના વ્યવસાયમાં પરોવાયેલા રહેવા છતાં, સાહિત્ય અને કળા પ્રતિ પણ એ એટલો જ અનુરાગ ધરાવે છે, અને વિશેષમાં યુવકયુવતીએનાં વિચાર, લાગણું, અભિલાષ અને આદર્શ સમજવા અને તેમાં ઉઠા ઉતરવા યત્ન કરી, તેમના માનસને મૂર્ત સ્વરૂપ આપવા પ્રયાસ કરે છે, એ એમના ગીત અને લેખ વાંચનાર જોઈ શકશે.
એ સંબંધમાં એક વાત અહીં નોંધીશું કે એ અને એમનું મિત્રમંડળ દેશમાં–કાઠિયાવાડમાં સાહિત્ય, કળા અને રસિક જીવનના મનોરમ સ્વપ્ન કુમારાવસ્થામાં સેવતું હતું, તે અમદાવાદમાં આવી વસ્યા પછી, તેમના મનોરથ સિદ્ધ કરવામાં કેટલેક અંશે સફળ થયું છે, એમ એમનું પ્રવૃત્તિકેન્દ્ર “કુમાર' કાર્યાલયમાં થતું કામકાજ સાક્ષી પૂરશે.