________________
ગ્રંથકાર ચરિત્રાવળી
અને વિદ્વતા દાખવ્યાં છે, એમ એમના લેખે વાચનાર કઈ પણ કહી શકશે.
ડે. ભાંડારકરના શિવધર્મ અને વૈષ્ણવ ધર્મ વિષેના પુસ્તકનો અનુવાદ એમણે કર્યો છે, પણ તે પુસ્તક માત્ર અનુવાદ નથી; તેમાં ઘટતા ફેરફાર અને જરૂરી સુધારા વધારા કરીને કેટલીક વિશિષ્ટતા આવ્યું છે, તેથી તે મૂળ પુસ્તક સાથે લાઇબ્રેરીમાં ભેગું રાખવું જ પડે. ગુજરાતમાં એ ધર્મના પ્રચાર અને વિસ્તાર અર્થે એમણે એક તદ્દન નવીન પ્રકરણ તેમાં ઉમેરેલું છે, તે બતાવી આપે છે કે એ વિષયમાં તેઓ કેટલા ઉંડા ઉતરેલા છે અને એમને અભ્યાસ કેટલો ઝીણો અને માર્મિક છે.
ગુજરાતી સાહિત્ય પરિષદમાં તેઓ છેક બીજી સાહિત્ય પરિષદથી રસ લેતા આવ્યા છે; અને છેલ્લી પાંચેક પરિષદોમાં, એવી એકે નહિ મળી આવે કે જેમાં એમને લેખ આવ્યો હોય નહિ.
સાહિત્ય પરિષદની પેઠે વૈદક પરિષદમાં પણ તેઓ ખૂબ રસ ધરાવે છે અને જુદે જુદે સ્થળોએ ભરાયેલી પરિષદમાં હાજરી આપી, તેના કાર્યને વ્યવસ્થિત અને ઉપયોગી બનાવવા જરૂરી હિસ્સો આપતા રહ્યા છે.
એમને સાહિત્યને સંસ્કાર–રસ સ્વ. મણિશંકર રત્નજીએ લગાડેલ; અને એમની પ્રેરણા અને સૂચનાથી ઋગ્વદના ચાલીસેક સૂક્તનો ગુજરાતીમાં અનુવાદ એમણે કર્યો હતે.
તે પછી એમના સાહિત્ય અને ઈતિહાસના અભ્યાસમાં સ્વ. રણજીતરામે વિશેષ રંગ લગાડેલો; અને એમના આગ્રહથી “નવજીવન અને સત્યમાં કેટલાક લેખો લખી આપેલા.
એ લેખમાં પછી દિન પ્રતિદિન વધારો થતો ગયો છે; અને ગુજરાતી ઉંચી કોટિના એવાં થોડાં માસિકો માલુમ પડશે, જેમાં એમના એક વા અન્ય વિષય પર એકથી વધુ નિબંધ પ્રકટ થયા નહિ હોય.
વૈવકલ્પતરૂ” માટે એમણે બાળકનો વૈદ્ય' એ નામનું એક ભેટનું પુસ્તક લખી આપેલું; તેમ પંડિત નારાયણ મૂળજી બુકસેલર માટે “માધવ નિદાન’ની નવી આવૃત્તિ સુધારા વધારા અને નવા પરિશિષ્ટ સાથે તૈયાર કરી આપી છે. ઝંડુ ભટ્ટજીનું જીવનચરિત્ર પણ ચરિત્ર ગ્રંથમાં વિશેષ ઉમેરે કરે છે. એમનું “ગુજરાતનાં તીર્થસ્થાને ' એ પુસ્તક ઇતિહાસપ્રેમીઓએ તેમજ યાત્રાળુઓએ અવશ્ય વાચવા વિચારવા જેવું છે. તેમાં આપણે પ્રાચીન ઈતિહાસનું ઉંડું નિરીક્ષણ અને અભ્યાસ નજરે પડે છે, તેથી તે વિશેષ મૂલ્યવાન થયું છે.